સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર કરતાં તેમની પત્નિ-પુત્રની આવક વધુ
સુરત, સુરત સંસદીય મત વિસ્તારની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે ઉમેદવારીપત્રક ભરનાર કોંગ્રેસના હાલના કોર્પોરેટર નિલેશ કુંભાણીએ ઉમેદવારીપત્રની સાથે ચૂંટણી પંચના નિયમ અને સૂચના મુજબ સોગંદનામું પણ રજૂ કર્યું હતું.
તેમના સોગંદનામામાં દર્શાવેલે વિગતો જોતા છેલ્લા ચાર વર્ષથી નિલેશ કુંભાણીની આવકમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો હોવાનું દર્શાવાયું છે. ર૦રર-ર૩ના વર્ષમાં તેમની આવક માત્ર રૂ.૧.૭૪ લાખ જ હોવાનો નિર્દેશ ઈન્કમટેક્સ રિટર્નમાં કરવામાં આવ્યો છે. એ જ વર્ષમાં તેમના કરતાં તેમના પત્ની નીતાબેન અને પુત્ર અક્ષની આવક વધુ થઈ છે. તેમણે તેમના પત્નીની આવક રૂ.૪,૧૦,૬૯૦ અને પુત્રની આવક રૂ.૪,૮૭,૩પ૦ હોવાનું એફિડેવિટમાં જણાવ્યું છે.
એવી જ રીતે કેશ ઓન હેન્ડ (હાથ પર રોકડ)માં નિલેશ કુંભાણીએ તેમની પાસે ફકત રૂ.પ૩,૭૩૪ હોવાનું જણાવ્યું છે જ્યારે તેમના પત્ની પાસે કેશ ઓન હેન્ડ પેટે રૂ.૮,૬પ,૮૧૪ તેમજ તેમના પુત્ર પાસે કેશ ઓન હેન્ડ રૂ.૪,૭૭,૩પ૦ હોવાનો ઉલ્લેખ સોગંદનામામાં કર્યો છે.
નિલેશ કુંભાણીએ પોતાની સ્વપાર્જિત અને વડીલો પાર્જિત મિલકતો પૈકી કુલ રૂ.૧.૮ર કરોડની સંપત્તિ હોવાનું તેમજ તેમના પત્ની નીતાબેનના નામે એકેય મિલકત ન હોવાનું જણાવ્યું છે.
નિલેશ કુંભાણીએ એફિડેવિટમાં જણાવ્યું છે કે, તેમની સામે કુલ ૩ પોલીસ ફરિયાદ ચાલી રહી છે જેમાં આરોપનામુ ઘડાઈ ચૂકયું છે.
ફરીયાદ નં.૧ ફી માફી બાબતે વરાછાની એક સ્કૂલને બદનામ કરવાના ઈરાદે અપપ્રચાર કર્યાની
ફરિયાદ. નં.ર ફેસબુક પર સ્કૂલની પ્રતિષ્ઠાને હાની થાય તે રીતે ટેમ્પો અપપ્રચાર કરવાની
ફરિયાદ નં. ૩. સરથાણા પોલીસ સ્ટેશનમાં કોરોના ગાઈડલાઈનના ભંગની ફરિયાદ હાલ ચાલી રહ્યાનું તેમણે જણાવ્યું હતું.