Western Times News

Gujarati News

ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વારથી આવેલ જ્યોતિ કળશનું ખેડબ્રહ્મા તાલુકામાં ભ્રમણ

(તસ્વીરઃ હસમુખ પંચાલ, ખેડબ્રહ્મા) અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ, હરિદ્વાર દ્વારા આયોજિત જ્યોતિ કલશ રથ યાત્રા ખેડબ્રહ્મા તાલુકા માં તા. ૧૫/૦૪/૨૦૨૪ થી તા. ૧૮/૦૪/૨૦૨૪ સુધી ભ્રમણ કર્યું. વસંત પંચમી ૧૯૨૬ માં બાળક શ્રી રામ ના ઉપાસના ખંડ માં તેમને પ્રગટાવેલી જ્યોતિ માં તેમના માર્ગદર્શક સત્તા પ્રગટ થઈ હતી. તેમના માર્ગદર્શન માં ગાયત્રી પરિવાર વિકસિત થયું.

તે જ સમયે માં ભગવતી નો પણ પ્રાદુર્ભાવ થયો. અખંડ જ્યોતિ અને માંતા ભગવતી દેવી શર્મા ને ૨૦૨૬ માં ૧૦૦ વર્ષ પુરા થાય છે.તેના અનુસંધાન માં આ જ્યોતિ કલશ રથ યાત્રા નું આયોજન કરવામાં આવ્યું છે.

આ રથ યાત્રા સમગ્ર ગુજરાત માં ૨૦૨૬ સુધી ભ્રમણ કરશે. ખેડ બ્રહ્મા તાલુકા માં તા.૧૬/૦૪/૨૦૨૪ ના રોજ લક્ષ્મીપુરા, કલોલ, કલોલ કમ્પા, નાકા, ગલોડિયા, આગિયા, ગઢડા શામળાજી, ગુંદેલ, ઊંચી ધનાલ, તા. ૧૭/૦૪/૨૦૨૪ ના રોજ પોશીના, લાંબડીયા, મેઘ દર્શન રેસીડેન્સી, સિગનલ કંપા, બાપા સીતારામ, નાદરી, દિલવાળા કંપા,દેલવાડા ગામમાં દીપ યજ્ઞ કરવામાં આવ્યો.

તા.૧૮/૦૪/૨૦૨૪ ના રોજ પાડ રડી ગામ માં પણ જ્યોતિ કલશ રથ યાત્રા નું સ્વાગત પૂજન કર્યું. ૧૧ કુંડી ગાયત્રી મહયજ્ઞ કરવામાં આવ્યો. જેમાં ૧૦૦૦ વ્યક્તિઓ એ ભાગ લીધો. સાંજે ગાયત્રી શક્તિપીઠ માં દીપ યજ્ઞ કરવામાં આવ્યો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.