સુરતમાં વૃદ્ધ મહિલાઓને રિક્ષામાં બેસાડી લૂંટ ચલાવતી મહિલા સહિતની ગેંગ પકડાઈ
મહિલાઓ સહિતની કૂલ ૫ આરોપીઓની ધરપકડ કરાઈ
ગેંગમાં મહિલાઓને રખાતી હતી અને પોલીસથી બચવા નંબર પ્લેટ બદલવા જેવા અવનવા નુસખા અપનાવતા હતા
સુરત,સુરતમાં રિક્ષામાં બેસાડી ચોરી લૂંટ કરવાના કિસ્સામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે રિક્ષાના રજિસ્ટ્રેશન નંબર બદલી તેમાં એકલી વૃદ્ધ મહિલાઓને બેસાડી, ડરાવી-ધમકાવી સોનાના ઘરેણાંની લૂંટ, સ્નેચીંગ, ચોરીઓ કરતી ગેંગ ઝડપાઈ છે. ગેંગના મુખ્ય રીઢા આરોપી તેમજ મહિલાઓ સહિતની કૂલ ૫ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યાં છે.
ગેંગ પાસેથી દાગીના સહિત રૂપિયા ૨,૧૫,૯૮૦ના મુદ્દામાલ સાથે ક્રાઇમ બ્રાંચ પોલીસે ધરપકડ કરી છે. આરોપી ગેંગ એકલી વૃદ્ધ મહિલાઓને રિક્ષામાં બેસાડી ડરાવી ધમકાવી તેઓના ઘરેણા ચોરી કરતી હતી. ગેંગ બનાવી આ ગેંગમાં મહિલાને રાખવાથી સરળાતાથી વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરી શકાય તેવું આયોજન કરવામાં આવ્યું હતું.
ચોરીની ઘટનાને અંજામ આપ્યા બાદ ગેંગ દ્વારા રિક્ષાના રેડીયમ નંબરવાળા સ્ટીકર બનાવડાવવામાં આવતાં અને તેને બદલી નંખાતા હતાં. ચોરી કરવા જતા પહેલા પોતાની પાસેની રિક્ષા પર દર વખતે અલગ ખોટા રજિસ્ટ્રેશન નંબરવાળા સ્ટીકર ચોંટાડી લૂંટ, સ્નેચીંગ, ચોરીના ગુનાઓને અંજામ આપતાં હતા. જેથી પોલીસ પકડી શકે નહિ. જો કે,આરોપીઓ પકડાઈ જતા વધુ ગુનાના ભેદ ઉકેલાય તેવી શક્યતા સેવવામાં આવી રહી છે.ss1