સુશાંતના કેસની તપાસ હવે કોણ કરશે, પટના પોલીસ કે મુંબઈ પોલીસ ?
બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂત કેસની તપાસ અત્યાર સુધી મુંબઈ પોલીસ કરી રહી હતી. હવે આ મામલે પટનામાં પણ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. એવામાં સવાલો ઉઠી રહ્યા છે કે આ કેસની તપાસ અલગ-અલગ શહેરોની પોલીસ સાથે કરશે કે કેસને સીબીઆઈને ટ્રાન્સફર કરી દેવામાં આવશે.
આ અંગે પૂર્વ આઈપીએસ અધિકારી અને એડવોકેટ વાઈ પી સિંહે નવભારત ટાઈમ્સ સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું કે પટના અને મુંબઈ બંનેમાંથી કોઈ એક જગ્યાએ આ કેસની તપાસ થશે. જાેકે મુંબઈ પોલીસમાં પહેલા કેસ નોંધાયેલો છે એટલા માટે મુંબઈ પોલીસને આ કેસ ટ્રાન્સફર થવો જાેઈએ. સીબીઆઈને કેસ ત્યારે ટ્રાન્સફર થઈ શકે જ્યારે એવું સાબિત થાય કે પોલીસ યોગ્ય રીતે તપાસ નથી કરી રહી.
જ્યારે ૨૬/૧૧ મુંબઈ હુમલા કેસના મુખ્ય તપાસ અધિકારી રમેશ મહાલેનું કહેવું છે કે, ‘સુશાંત સિંહનું મોત મુંબઈમાં થયું છે, એટલા માટે ગુનો જે જગ્યાએ બન્યો છે તે શહેરની પોલીસને કેસ ટ્રાન્સફર થશે. એવામાં સુશાંતના પિતાએ પટનામાં જે ફરિયાદ નોંધાવી છે તે કેસ મુંબઈ પોલીસને ટ્રાન્સર કરવામાં આવશે.’
સુશાંત કેસની તપાસ બાંદ્રા પોલીસ એડીઆર ( એક્સિડેન્ટલ ડેથ રજિસ્ટર્ડ) પર કરી રહી છે જ્યારે સુશાંતના પિતાએ રવિવારે પટનાના રાજીવ નગર પોલીસ સ્ટેશનમાં ૈંઁઝ્રની કલમ ૪૧, ૩૪૨, ૨૮૦, ૪૨૦, ૪૦૬, ૪૨૦ અને ૩૦૬ મુજબ ફરિયાદ નોંધાવી છે. જેમાં સુશાંત સિંહની મિત્ર રિયા ચક્રવર્તી અને તેના પરિવારજનોને આરોપી બનાવવામાં આવ્યા છે. સુશાંતના પિતાએ રિયા પર સુશાંતને પ્રેમમાં ફસાવી તેના પૈસા પડાવવાનો આરોપ લગાવ્યો છે.