સુશાંતસિંહ કેસ ફોરેસિંક ડોકટરને શિવસેનાથી કોઇ સંબંધ નથી: સંજય રાઉત
મુંબઇ, ફિલ્મ અભિનેતા સુશાંતસિંહ રાજપુત મોત કેસમાં રાજકીય નિવેદનબાજી સતત જારી છે.દિલ્હી ખાતે એમ્સના રિપોર્ટમાં એ વાતની પુષ્ટી થઇ છે કે આ એક આત્મહત્યા હતી. કોઇ પણ રીતની હત્યાની સંભાવનાથી એમ્સે ઇન્કાર કરી દીધો છે.તેના પર શિવસેના સાંસદ સંજય રાઉતે કહ્યું કે આ એમ્સ ફોરેસિંક મેડિકલ વોર્ડના વડા ડો સુધીર ગુપ્તાનો રિપોર્ટ છે તેમનોં શિવસેના સાથે કોઇ રાજકીય સંબંધ કે અન્ય કોઇ સંબંધ નથી.
તેમણે કહ્યું કે શરૂઆતથી જ આ મામલામાં મહારાષ્ટ્ર સરકાર અને મુંબઇ પોલીસને બદનામ કરવાનું કાવતરૂ રચવામાં આવી રહ્યું છું જાે હવે સીબીઆઇ તપાસ પર પણ વિશ્વાસ ન કરવામાં આવે તો અમે અવાક છીએ. સુશાંત સિંહ રાજપુતના મોત હત્યા કે આત્મહત્યા,ગત અનેકમહીનાથી આ સવાલ ગુંચવણ ભરેલ બન્યો છે પરંતુ હવે સુશાંતસિંહ રાજપુતના મામલામાં એમ્સ ડોકટરોની પેનલે હત્યા આત્મહત્યાની થ્યોરીને ઉકેલી લીધી છે એમ્સ પેનલે એ વાતનો ખુલાસો કર્યો છે કે સુશાંત સિંહનું મોત આત્મહત્યા હતી હત્યા નહીં. સુશાંત સિંહના પોસ્ટમોર્ટમ રિપોર્ટની તપાસ કર્યા બાદ એમ્સની ટીમ આ પરિણામ પર પહોંચી છે.
જાે કે સુશાંતના મોત પર એમ્સના રિપોર્ટે નવો વિવાદ ઉભો કરી દીધો છે.એક દિવસ પહેલા એમ્સ તરફથી આપવામાં આવેલરિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે સુશાંતસિંહે આત્મહત્યા કરી છે ત્યારબાદ સુશાંતના પરિવારના વકીલ વિકાસ સિંહે કહ્યું કે તે સીબીઆઇ ડાયરેકટરને વિનંતી કરશે કે તે નવી ફોરેસિંક ટીમની રચના કરે વકીલે ટ્વીટ કરતા કહ્યું કે એમ્સની રિપોર્ટથી ખુબ પીડા થઇ સીબીઆઇ ડાયરેકટરથી નવી ફોરેસિંગ ટીમની રચના કરવાની વિનંતી કરવા જઇ રહ્યો છે આમ એમ્સની ટીમ બોડી વગર પરિણામવાળો રિપોર્ટ આપી દે.જયારે કુપર હોસ્પિટલમાં કરવામાં આવેલ પોસ્ટમોર્ટમમાં મોતનો સમય પણ બતાવવામાં આવ્યો નથી.HS