સુશાંત સિંહનું મોત આત્મહત્યા નહીં હત્યા: સુબ્રમણ્યમ સ્વામીનો દાવો
મુંબઈ, બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોતનો ભેદ હજુ સુધી ઉકેલાયો નથી. સુશાંતે ૧૪ જૂનના રોજ મુંબઈમાં બાંદ્રા સ્થિત પોતાના ઘરે આત્મહત્યા કરી લીધી હતી. મુંબઈ પોલીસ સુશાંતની મોત પાછળનું કાણ જાણવા માટે દિવસ-રાત એક કરી રહી છે. જાે કે કેટલાંક લોકો આ કેસની તપાસ સીબીઆઈને સોંપવાની માંગ કરી રહ્યાં છે. જેમાં વધુ એક નામ ભાજપ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીનું ઉમેરાયું છે.
સુબ્રમણ્યમ સ્વામીએ ગુરુવારે સુશાંત સિંહના મોતને હત્યા ગણાવતાં આ કેસમાં સીબીઆઈ તપાસની પણ માંગ કરી છે. સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વીટ કરીને દાવો કર્યાે છે કે, મુંબઈ પોલીસના ૮૦ ટકા લોકો ઈચ્છે છે કે , આ કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવે. સ્વામીએ સુશાંતની મોતને આત્મહત્યા નહીં પરંતુ હત્યા ગણાવીને ૨૬ કારણો સહિતની ડિટેઈલ રિપોર્ટ પણ શેર કરી છે.
સ્વામી ટિ્વટમાં લખ્યું છે કે, મને કેમ લાગે છે કે સુશાંત સિંહ રાજપૂતની હત્યા કરવામાં આવી છે. આ સાથે જ તેમણે ૨૬ પોઈન્ટનું એક લિસ્ટ શેર કર્યું છે. જેમાં તેમણે એન્ટ્રીથી લઈને ઘરમાં કોઈ નાનું ટેબલ કે ટૂલ ન હોવા સામે ધ્યાન દોર્યું છે. સ્વામી દ્વારા શેર કરવામાં આવેલી લિસ્ટમાં સુશાંતની બોડીને લઈને પણ સવાલ ઉઠાવવામાં આવ્યાં છે. જે હાલતમાં સુશાંતની બોડી મળી આવી હતી તેનાથી આત્મહત્યા સાબિત નથી થતી. સુશાંતની જીભ બહાર નહતી નીકળી. ગળા ઉપર કપડાનું નિશાન પણ નહતું. જેથી સાબિત થાય કે તેણે ફાંસો ખાધો છે. આ ઉપરાંત તેના શરીર પર કેટલાંક નિશાન મળ્યાં છે.
સુશાંત સિંહ રાજપૂત ઘણાં સમયથી સોશિયલ મીડિયામાં એક્ટિવ નહતા. જે દિવસે તેના મોતના સમાચાર સામે આવ્યા, તે દિવસે સવારે તે વીડિયો ગેમ રમી રહ્યો હતો. જે એક ડિપ્રેશનનો શિકાર વ્યક્તિ સામાન્ય રીતે નથી કરતો. સ્વામીએ સુશાંતની પૂર્વ મેનેજરની મોતનો પણ ઉલ્લેખ કર્યાે છે. આ ઉપરાંત સ્યૂસાઈડ નોટ ના મળવી. આર્થિક સંકડામણ ન હોવી. નોકરીના સ્ટાટમેન્ટ બદલવા સહિત એમ્બ્યુલન્સ બદલવી અને કૂપર હોસ્પિટલમાં સુશાંતની ડેડબોડીને લઈ જવા ઉપર પણ શંકા વ્યક્ત કરી છે.