Western Times News

Gujarati News

ભારત બીજા દેશોની કોઈ એજન્ડા વગર મદદ કરે છે: મોદી

નવી દિલ્હી, વડાપ્રધાન મોદીએ ચીન પર જબરદસ્ત પ્રહારો કર્યા છે. ભારતની મદદથી તૈયાર થયેલા મોરેશિયસના સુપ્રીમ કોર્ટના બિલ્ડિંગના ઉદ્‌ઘાટન પ્રસંગે વડાપ્રધાન મોદીએ પોતાના પ્રવચનમાં નામ લીધા વિના ચીનને નિશાન તાક્યું હતું.
વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, ભારત એવો દેશ નથી કે જે વિકાસના પ્રોજેક્ટમાં મદદ કરવાના બહાને બીજા દેશોને પોતાની જાળમાં ફાવે અને પછી તેને પોતાનં ખંડિયો દેશ બનાવાની કોશીશ કરે. ઈતિહાસે અમને શીકવાડ્યું છે કે, વિકાસમાં ભાગીદારીના નામે સંખ્યાબંધ દેશોને મજબૂર કરવામાં આવ્યા છે. જેનાથી જ સામ્રાજ્યવાદના પાયા નંખાયા હતા અને એ પછી વિશ્વમાં અલગ અલગ જુથો બન્યા હતાં.

ભારત બીજા દેશોની આઝાદી અને વિવિધતાનું સન્માન કરે છે. ભારતની બીજા દેશો સાથે વિકાસની ભાગીદારીના કેન્દ્રમાં વિવિધતા, ભવિષ્યનો ખ્યાલ રાખવામાં આવતો હોય છે. ભારત હંમેશા પોતાના ભાગીદારનું સન્માન કરે છે. આ જ કારણ છે કે, ભારત બીજા દેશમાં ક્યારે કોઈ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હાથ ધરે છે ત્યારે કોઈ શરત મુક્તું નથી.

ભારતની ભાગીદારીના એક કરતાં વધારે દ્રષ્ટિકોણ છે. આજે ભારત બીજા દેશો સાથે સંસ્કૃતિ, ઉર્જા, આઈટી, સ્પોર્ટસ, સાયન્સ એમ તમામ ક્ષેત્રમાં કામ કરી રહ્યું છે. ભારતને અફઘાનિસ્તાનમાં સંસદ ભવન બનાવવાનું અને નાઈજરમાં મહાત્મા ગાંધી કન્વેન્શન સેન્ટર બનાવવાની ખુશી છે. આ માટે ભારતનો કોઈ એજન્ડા નથી હોતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.