Western Times News

Gujarati News

સેવાલીયા ખાતે ગેરકાયદેસર નશીલા પદાર્થનું વેચાણ કરતો શખ્સ ઝડપાયો

(પ્રતિનિધિ) નડિયાદ,  ખેડા જીલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયા નાઓએ ખેડા જીલ્લામાં ચાલતી અસામાજીક પ્રવૃતિને નેસ્ત નાબુદ કરવા અસરકારક કામગીરી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ જે સુચનાની અમલવારીના ભાગરૂપે એલ.સી.બી. સ્ટાફના પોલીસ અધીકારી કર્મચારીઓ ખાનગી તેમજ સરકારી વાહનમાં નડીયાદ ડિવિઝનમાં પેટ્રોલીંગમાં હતા

, દરમ્યાન એલસીબી પીઆઈ એ.વી.પરમાર નાઓને બાતમી હકીકત મળેલ કે સેવાલીયા પો.સ્ટે . વિસ્તારમાં રહેતા રમણભાઇ ભુદરભાઇ પ્રજાપતિ રહે . સેવાલીયા ગામ , તા . ગળતેશ્વર જી . ખેડા નાઓ પોતાના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર રીતે નશીલા પદાર્થ ( ગાંજાે ) નું છુટક વેચાણ કરતો હોવાની બાતમી હકીકત મળેલ હોય

જે બાતમી આધારે સદરી ઇસમના રહેણાંક મકાનમાં જડતી તપાસ કરતા સદરી ઇસમના કબ્જા ભોગવટાના મકાનમાંથી ગેરકાયદેસર ૫.૪૦૦ કિલો ભેજયુક્ત ગાંજાે કિ.રૂ. ૫૪૦૦૦ / – વજનકાટો તથા વજનીયા કિ.રૂ. ૧૫૦૦ / – તથા મોબાઇલ ફોન કિ.રૂ. ૫૦૦ / – મળી કુલ્લે રૂ . ૫૬,૦૦૦ / – ની સાથે મળી આવતા

સદરી પકડાયેલ ઇસમ રમણભાઇ ભુદરભાઇ પ્રજાપતિ રહે . સેવાલીયા ગામ , તા . ગળતેશ્વર જી . ખેડા તેમજ નશીલા પદાર્થ ( ગાંજાે ) આપનાર તથા લેનાર તમામ ઇસમો વિરૂદ્ધ સાથેના પીએસઆઇ ડી.બી.કુમાવત નાઓએ એન.ડી.પી.એસ.એક્ટ કલમ ૮ ( સી ) , ૨૦ ( બી ) , ૨૯ મુજબ ગુનો રજીસ્ટર કરાવેલ છે .

આગળની વધુ તપાસ એસ.ઓ.જી. શાખા નાઓ ચલાવી રહેલ છે . પકડાયેલ આરોપી રમણભાઇ ભુદરભાઇ પ્રજાપતિ રહે . સેવાલીયા ગામ , તા . ગળતેશ્વર જી . ખેડા


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.