Western Times News

Gujarati News

હિંમતનગરના વીરપુર ગામની સીમમાં રીંછનો ૩ વ્યક્તિ પર હુમલો

જેસોર વનવિભાગની ટીમે બે કલાકની ભારે જહેમત બાદ પાંજરે પૂર્યુ

હિંમતનગર, હિંમતનગર તાલુકાના વીરપુર ગામની સીમમાં બુધવારે સવારે અચાનક જ આવી પહોંચેલા રીંછે ત્રણ વ્યક્તિની ઉપર હુમલો કરતા ગ્રામજનોમાં ભયનો માહોલ જાેવા મળ્યો હતો. વન વિભાગ અને સ્થાનિક પોલીસને જાણ કરાતા રીંછને પાંજરેે પૂરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જાે કે બે કલાકની ભારે જહેમત બાદ બનાસકાૃઠાની જેસોર ફોરેસ્ટની ટીમે રીંછને બેભાન કરી ઝડપી લીધુ હતુ.

વીરપુર ગામની સીમમાં રીંછ જાેવા મળ્યુ હતુ. આ રીંંછ વક્તાપુર તરફથી વીરપુર ગામની સીમમાં આવતા જ આક્રમક બન્યુ હતુ. અને રસ્તે જતાં બેચરસિંહ વાઘેલા સહિત અન્ય બે વ્યક્તિઓ પર હુમલો કરતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત કર્યા હતા.આ ત્રણેેય લોકોને સારવાર માટે હિંંમતનગરસિવિલ હોસ્પીટલમાં લાવવામાં આવ્યા હતા. વીરપુર ગામની સીમમાં રીંછે કરેલા હુમલાની જાણ થતાં જ ગ્રામજનોમાં ભયનો માહોલ જાેવા મળ્યો હતો.

વીરપુરના ગ્રામજનોએ જંગલ વિભાગ અને સ્થાનિક પોલીસને આ અંગે જાણ કરતા જંગલ વિભાગના અધિકારીઓ અને પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. બાદમાં જેસોર વન વિભાગની ટીમને જાણ કરતાં ૮૦ થી વધુ લોકોએ રીંછને પકડવા માટેની ભારે કવાયત કરી હતી. રીંછને બેભાન પકડી લેવાયુ હતુ. રીંછ પકડાઈ જતાં ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો.

જંગલ વિભાગના અધિકારીઓ એચ.કે.પંડ્યાએ જણાવ્યુ હતુ કે નોર્મલ વન વિભાગની ટીમ સાથે જસોરથી આવેલી ટીમ સહિત ૮૦ થી વધુ લોકોએ રીંછને પકડવા માટેની ભારે કવાયત હાથ ધરી હતી. રીંછને જાેતાં જ ઈન્જેકશન મારીને રીંછને બેભાન કરવામાં આવ્યુ હતુ.

આશરે ચારથી પાંચ વર્ષની ઉંમરનુૃ રીંછ પાણી અથવા ખોરાકની શોધમાં સાબરમતી નદીના કોતરો તરફથી વક્તાપુર ગામની સીમમાં થઈ વીરપુર ગામની સીમમાં આવી પહોંચ્યુ હશે. રીંછને બનાસકાંઠાના જેસોર અભ્યારણમાં લઈ જવાની કાર્યવાહી જંગલ વિભાગ દ્વારા કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.