સોનમ કપૂર પીસીઓએસ બિમારીથી પીડાઈ રહી છે
મુંબઈ: બોલિવુડ એક્ટ્રેસ સોનમ કપૂર તે (Bollywood Sonam Kapoor) હીરોઈનોમાંથી એક છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. સાથે જ દરેક મુદ્દા પર પોતાનો મત પણ રાખે છે. ઘણીવાર સોનમ કપૂર પોતાની પોસ્ટના કારણે સોશિયલ મીડિયા પર ટ્રોલ પણ થાય છે. સોનમ કપૂરે હાલમાં જ એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેણે જણાવ્યું કે તે છેલ્લા ૭ વર્ષથી એક બીમારી સામે લડી રહી છે.
આ સાથે તેણે ટિપ્સ શેર કરી છે. સોનમ કપૂરે આ વીડિયો ઈન્સ્ટાગ્રામ (Shred video on instagram) પર શેર કર્યો છે, જે ‘સ્ટોરી ટાઈમ વિથ સોનમ’ શોનું પહેલું ચેપ્ટર છે અને આ સાથે પોતાનું દુઃખ ફેન્સ સાથે શેર કર્યું છે. તેણે વીડિયો પોસ્ટ કરીને લખ્યું છે કે, ‘હું આજે એક અંગત વાત જણાવવા જઈ રહી છું.
હું પીસીઓએસ અથવા પીસીઓડી (પોલિસિસ્ટિક ઓવરી સિંડ્રોમ)બીમારીથી પીડાઈ રહી છું. આ એક સામાન્ય બીમારી છે, જેનાથી ઘણી મહિલાઓ પીડાઈ રહી છે. આ એક ખૂબ જ ગંભીર સ્થિતિ છે. કારણ કે તમામના કેસ, લક્ષણ અને સંઘર્ષ અલગ છે. મને આખરે જાણ થઈ છે કે ડાયટ, વર્કઆઉટ અને સારી દિનચર્યાથી મને મદદ મળે છે.
હું તમારી સાથે પીસીઓએસને મેનેજ કરવા માટે મારા સૂચનો શેર કરવા માગુ છું કે, પીસીઓએસ અલગ-અલગ રીતે થાય છે અને હું તમને જાતે ડોક્ટર બનવા અથવા જાતે જ કોઈ ઉપાય કરવાના બદલે ડોક્ટરનો સંપર્ક કરવાનો આગ્રહ કરું છું’.
એક્ટ્રેસે વધુમાં કહ્યું કે, ‘આ બીમારીમાં સ્વસ્થ રહેવા માટે એક્સર્સાઈઝ કરવી જરૂરી છે. ચાલવું ખૂબ જરૂરી છે’. સોનમે તેમ પણ જણાવ્યું કે, તે રોજ ૧૦ હજાર ડગલા ચાલે છે. બીજો ઉપાય તેણે યોગ જણાવ્યો. એક્ટ્રેસે કહ્યું કે, મેડિટેશન અને બ્રીધિંગ એક્સર્સાઈઝ પણ જરૂરી છે.પીસીઓએસમાં સ્ટ્રેસ મેનેજ કરવું પડે છે.
સોનમે તેમ પણ જણાવ્યું હતું કે, ખાંડ પણ ખૂબ નુકસાન કરે છે. તેથી, તેનુ સેવન ન કરવું જોઈએ. સોનમ કપૂરે લોકોને તેમના વિશે પણ જાણકારી માગી છે. એક્ટ્રેસનો આ વીડિયો જોઈને ફેન્સ તેના વખાણ કરી રહ્યા છે. વર્કફ્રંટની વાત કરીએ તો, સોનમ કપૂર ફિલ્મ ધ જોયા ફેક્ટર’માં જોવા મળી હતી.