સોનાનો ભાવ ૪ મહિનાના ઉચ્ચતમ સ્તર પર પહોંચ્યો
નવીદિલ્હી: પોઝિટિવ ગ્લોબલ સંકેતોને જાેતાં ભારતીય બજારોમાં સોના અને ચાંદીની કિંમતોમાં તેજી આવી. મલ્ટી કમોડિટી એક્સચેન્જ પર સોનું ૦.૨૪ ટકાની તેજી સાથે ચાર મહિનાના ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગયું છે એમસીએકસ પર આજે ૧૦ ગ્રામ સોનાનો ભાવ ૪૮૫૧૯ રૂપિયા છે. બીજી તરફ, ચાંદી ૦.૫ ટકા ઉછળીને ૭૧૪૪૦ રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગઈ છે. બીજી તરફ, ગત સત્રમાં સોનામાં ૦.૨૨ ટકાનો ઘટાડો આવ્યો હતો, જ્યારે ચાંદીમાં ૧.૭ ટકાનો ઘટાડો આવ્યો હતો
આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રિપ્ટોકરન્સીમાં ઘટાડા બાદ સોનું ૪ મહિનાના ઉચ્ચ સ્તર પર પહોંચી ગયું છે. આંતરરાષ્ટ્રીય બજારોમાં પણ સોનાની કિંમતોમાં તેજી જાેવા મળી રહી છે. અહીં હાજર સોનું ૦.૨ ટકા વધીને ૧,૮૮૩.૨૧ ડૉલર પ્રતિ ઔંસ થઈ ગયું છે. બીજી તરફ, અહીં અન્ય કિંમતી ધાતુઓમાં ચાંદી ૦.૪ ટકા વધીને ૨૭.૬૪ ડૉલર જ્યારે પ્લેટિનમ ૦.૬ ટકા વધીને ૧,૧૭૩.૦૩ ડૉલર થઈ ગયું છે.
સોવરેન ગોલ્ડ બોન્ડના બીજા હપ્તા માટે ૪,૮૪૨ રૂપિયા પ્રતિ ગ્રામ્ય કિંમત નક્કી કરવામાં આવી છે અને તે ૨૪ મેથી ૨૮ મેની વચ્ચે ખુલશે. નોંધનીય છે કે પહેલા હપ્તા માટે સબ્સક્રિપ્શન કિંમત ૪,૭૭૭ રૂપિયા પ્રતિ ગ્રામ નક્કી કરવામાં આવ્યું હતું. ગોલ્ડ બોન્ડને ઓનલાઇન ખરીદવા પર પ્રતિ ગ્રામ ૫૦ રૂપિયાની છૂટ મળશે.
હાલના દિવસોમાં સોનામાં રોકાણ કરવાની સારી તક- સોનાને રોકાણ માટેનું એક સુરક્ષિત વિકલ્પ માનવામાં આવે છે. કોઈ પણ સંકટના સમયે રોકાણકારો સોનાને વધુ અગત્યતા આપે છે. રોકાણકારો સુરક્ષિત રોકાણ માટે સોના તરફ જઈ રહ્યા છે, જે આવનારા મહિનાઓમાં કિંમતોમાં તેજીનું કારણ બનશે
કોરોના વાયરસની કિંમતોમાં તેજીનું આ એક કારણ હોઈ શકે છે. હાલમાં સામે આવેલા એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે આવનારા મહિનાઓમાં કોરોનાની ત્રીજી લહેર પણ આવશે. એક્સપર્ટનું માનવું છે કે આવનારા દિવસોમાં સોનું ૫૦ હજાર પાર કરશે તેથી રોકાણના હિસાબથી આ યોગ્ય સમય છે.