સોનિયા ગાંધી, મનમોહન સિંહે કોરોનાની વેક્સિન લીધી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/04/Sonia-Manmohan-scaled.jpg)
નવી દિલ્હી, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના કહેવા પ્રમાણે તેમણે આ મહિને કોરોના વેક્સિનનો ડોઝ લીધો હતો અને તેઓ પાર્ટીના અન્ય નેતાઓને પણ વેક્સિન લેવા કહી રહ્યા છે. કોંગ્રેસ પાર્ટીના નેતા અને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ તથા વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે પણ કોરોના વેક્સિન લીધી છે.
ઉલ્લેખનીય છે કે, ૧ માર્ચના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીની એઈમ્સ હોસ્પિટલ જઈને વેક્સિનનો ડોઝ લીધો હતો. વડાપ્રધાને સોશિયલ મીડિયા પર વેક્સિન લગાવતી વખતનો ફોટો શેર કર્યો હતો અને લોકોને વેક્સિન પર વિશ્વાસ રાખીને તેનો ડોઝ લેવા વિનંતી કરી હતી.