Western Times News

Gujarati News

સોનુ ચાંદી નહીં પણ વિયાગ્રાની સ્મગલિંગ, અમેરિકાના એરપોર્ટ પર 3200 ગોળીઓ સાથે ભારતીયની ધરપકડ

નવી દિલ્હી, લોકો સોના, ચાંદી અને ડ્રગ્સ જેવી વસ્તુઓની તસ્કરી કરવાના પ્રયાસમાં ઘણી વખત એરપોર્ટ પર પકડાતા હોય છે પણ અ્મેરિકાના એક એરપોર્ટ પર એક ભારતીયની એવી વસ્તુઓ સાથે ધરપકડ કરાઈ છે જે જોઈને અધિકારીઓ પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા.

મળતી વિગતો પ્રમાણે શિકાગો એરપોર્ટ પર એક ભારતીય મુસાફરની વિયાગ્રાની 3200 ગોળીઓ સાથે ધરપકડ કરાઈ છે.જેની કિંમત લગભગ 70 લાખ રુપિયા થવા જાય છે.કસ્ટમ વિભાગ દ્વારા ભારતીય મુસાફર પર ગોળીઓની ગેરકાયદેસર રીતે અમેરિકામાં આયાત કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

કસ્ટમ વિભાગે આ ભારતીયનુ નામ જાહેર કર્યા વગર કહ્યુ હતુ કે, મુસાફર ભારતથી અમેરિકા પાછો આવ્યો હતો અને તેના સામાનની તપાસ કરવામાં આવી ત્યારે તેની પાસેથી ગોળીઓ મળી આવી હતી.મુસાફર આટલો મોટો જથ્થો કેમ લાવ્યો તે સવાલનો સંતોષકારક જવાબ નહીં આપી શકતા તેની અટકાયત કરવામાં આવી હતી.

તેણે એવો જવાબ આપ્યો હતો કે, આ ગોળીઓ મારા મિત્રોએ મંગાવી છે, ભારતમાં ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર પણ આ ગોળીઓ ખરીદી શકાય છે.જોકે કસ્ટમના અધિકારીઓને આ ખુલાસો ગળે ઉતર્યો નહોતો. કસ્ટમ વિભાગના કહેવા પ્રમાણે સરકારની મંજૂરી વગર દવાઓ લાવવી કે વેચવી અમેરિકામાં ગેરકાયદે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.