સોનુ સૂદની મદદથી હવે યુવક ફરી વખત ચાલી શકશે
![](https://westerntimesnews.in/wp-content/uploads/2020/09/soonu-sood-1024x500.jpg)
મુંબઈ: લોકડાઉનમાં હજારો મજૂરોની મદદ કરનાર બોલિવૂડ એક્ટર સોનુ સૂદ આજે પણ જરૂરિયાતમંદ લોકોની મદદ કરી રહ્યો છે. નિઃસ્વાર્થ સેવા કરનાર એક્ટર સોનુ સૂદની ચારેય તરફ પ્રશંસા થઈ રહી છે. હવે સોનુ સૂદ એક એવા યુવાનની મદદે આવ્યો છે કે જેણે એક દુર્ઘટનામાં પોતાનો પગ ગુમાવ્યો છે. એક યુવકે તેના ટિ્વટર હેન્ડલ પર લખ્યું હતું કે સોનુ સર મારુ નામ દિનેશ મનિકાંતા છે અને મારી ઉંમર ૨૦ વર્ષ છે.
![]() |
![]() |
મને તમારી મદદની જરૂર છે, કારણકે એક અકસ્માતમાં મેં મારો પગ ગુમાવ્યો છે. ડોક્ટર્સે જણાવ્યું છે કે આર્ટિફિશિયલ પગમાં રૂપિયા ૭ લાખનો ખર્ચો થશે. મારા માતા-પિતા દરજી કામ કરે છે. પ્લીઝ સર. યુવકની આ ટિ્વટ પર સોનુ સૂદે રિપ્લાય કરતા લખ્યું કે તમને આ અઠવાડિયે નવો પગ મળી જશે. તમારા માતા-પિતાને જણાવી દો. મતલબ કે સોનુ સૂદની મદદથી હવે આ યુવક ફરી વખત ચાલી શકશે.
અહીં નોંધનીય છે કે લોકડાઉન દરમિયાન હજારો મજૂરોને સોનુ સૂદે પોતાના ખર્ચે વતન મોકલ્યા હતા. તેઓ જરૂરિયાતમંદ લોકોને મદદ કરી રહ્યા છે. તે તમામ વર્ગની મદદ કરે છે. કોઈ ગરીબનું ઘર બનાવવાનું હોય કે પછી વિદેશમાં ફસાયેલા વિદ્યાર્થી, સોનુ સૂદ તમામની મદદ કરી રહ્યો છે.