Western Times News

Gujarati News

સોન્ગ ફુરસતના લોન્ચમાં અરુણિતાને આમંત્રણ નહીં

મુંબઈ, ઈન્ડિયન આઈડલ ૧૨ની રનર-અપ અરુણિતા કાંજીલાલ, હાલ પવનદીપ રાજન, સાયલી કાંબલે અને મહોમ્મદ દાનિશ સાથે વિદેશમાં ટુર કરી રહી છે. જાે તે, પવનદીપ રાજન સાથેના તેના બીજા સોન્ગ ફુરસતના લોન્ચમાં હાજરી આપવાનું વિચારી રહી હોય તો તેને ખૂબ ખરાબ આંચકો લાગવાનો છે.

એન્ટરટેન્મેન્ટ ઈન્ડસ્ટ્રીમાં આંખના પલકારામાં બધું બદલાઈ જતું હોય છે અને અરુણિતા સાથે પણ આવુ થયું છે. અરુણિતાને સોન્ગના લોન્ચ વખતે દૂર રાખવામાં આવી છે, જે ૧૬ ડિસેમ્બરે થશે. કારણ કે ઈવેન્ટ સોન્ગના લોન્ચિંગથી વધારે રાજ સુરાણીના સોન્ગ સાથેના હાલના વિવાદ પર ન બની જાય તે માટે આ ર્નિણય લેવામાં આવ્યો છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, મીડિયા મોટેભાગે તેને પવનદીપ સાથે અન્ય સોન્ગ શૂટ કરવાની કેમ ના પાડી તે અંગે સવાલ પૂછે તેવી શક્યતા છે. સોન્ગ મેકર્સ, રાજ સુરાણીની ટીમ તેમના આગામી સોન્ગના લોન્ચ વખતે આવું કંઈ થાય તેમ ઈચ્છતા નથી. વધુમાં રાજ સુરાણી અરુણિતાની રિપ્લેસમેન્ટ ચિત્રા શુક્લા સ્પોટલાઈટમાં વધારે રહે તેમ ઈચ્છે છે. મીડિયાનું અટેન્શન અરુણિતા પર વધારે રહેવાથી ચિત્રા બેકગ્રાઉન્ડમાં ધકેલાઈ શકે છે.

રાજ સુરાણી હાલ તેની સાથે છેતરપિંડી થઈ હોવાનું અનુભવી રહ્યા છે. કારણ કે, અરુણિતાએ બે નહીં પરંતુ ત્રણ સોન્ગના વીડિયોમાં પવનદીપ સાથે કામ કરવાની હા પાડી હતી, જેનું ડિરેક્શન સુરાણી કરવાના હતા. અરુણિતાએ દાવો કર્યો હતો કે, તે એક્ટિંગ ન કરવા ઈચ્છતી હોવાથી તેણે બહાર થવાનું નક્કી કર્યું છે.

પરંતુ તમને અંદરની અસલી માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે, અરુણિતાના માતા-પિતાને તેની પવનદીપ સાથેની ફ્રેન્ડશિપ પસંદ નથી અને બંને વચ્ચે દેખાડવામાં આવતા લવ એન્ગલના પણ તેઓ વિરુદ્ધમાં છે. તેથી માતા-પિતાના દબાણમાં આવી અરુણિતાએ બહાર થવાનું નક્કી કર્યું હતું.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.