સૌમ્યા ટંડને ‘ભાભીજી ઘર પર હૈ’નો શો કેમ છોડી દીધો
મુંબઈ: ભાભીજી ઘર પર હૈ સીરિયલ દ્વારા અનિતા ભાભી ઉર્ફે ગોરી મેમ તરીકે ઘર ઘરમાં ફેમસ થયેલ સૌમ્યા ટંડન માટે આજે સીરિયલના શૂટિંગનો છેલ્લો દિવસ હતો.
એક્ટ્રેસને સીરિયલા તેના સાથી સ્ટાર કાસ્ટ અને ક્રુ મેમ્બર્સ એક યાદગાર વિદાય આપી હતી. સૌમ્યા ટંડન પાંચ વર્ષના અંતે આખરે સીરિયલનો સાથ છોડી રહી છે અને પોતાનો કોન્ટ્રાક્ટ રિન્યુ નહીં કરે. સૌમ્યાએ સોશિયલ મીડિયા પર શોના છેલ્લા દિવસના ઘણા ફોટોઝ અને વીડિયો શેર કર્યા છે. જેમાં તેણે પાંચ વર્ષની આ જર્ની માટે પોતાના સાથી કલાકારો અને ક્રુ મેમ્બરનો આભાર માન્યો હતો.
તેમજ ફેરવેલ પાર્ટીમાં કેક કાપી હતી. સૌમ્યાએ કેક કાપવાનું શરું કરતા જ સાથી કલાકારો આસિફ શેખ, રોહિતાશ્વ ગૌરે અને અન્ય લોકોએ સૌમ્યાને સરપ્રાઇઝ આપતા ગાવાનું શરું કર્યું હતું કે, ‘અભી ના જાવ છોડકર કે દિલ અભી ભરા નહીં. સૌમ્યાએ છેલ્લે લખ્યું કે જે રીતે આપણે જુદા થઈએ છે તે દર્શાવે છે કે આપણા સંબંધો કેટલા મજબૂત હતા. આ એ ક્ષણો છે જેને હું આખી જીંદગી યાદ રાખીશ અને આનંદ અનુભવીશ. આટલું લખીને તેણે આ શોમાં કામ કરતા દરેક સાથી કલાકાર, શોના પ્રોડ્યુસર અને ઝી ટીવીનો આભાર માન્યો હતો.