Western Times News

Gujarati News

સ્ટાર બજારના કર્મચારીને કોરોના પોઝિટિવ આવતા નાગરિકોમાં ફફડાટ

મ્યુનિ. કોર્પોરેશન તંત્ર સજ્જ ઃ એક સપ્તાહમાં સ્ટાર બજારમાં આવેલા તમામ નાગરિકોનું સ્ક્રીનિંગ કરાશે
અમદાવાદ, અમદાવાદ શહેરમાં કોરોનાના કેસોની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી છે. જેના પરિણામે સમગ્ર ગુજરાતના કુલ કેસો કરતાં ૬૦ ટકાથી વધુ કેસો એકલા અમદાવાદના છે જેના પરિણામે મ્યુનિ. કોર્પોરેશન તંત્ર દ્વારા ડોર ટુ ડોર સરવે ઉપરાંત દુકાનોમાં તથા સુપર માર્કેટોમાં કામ કરતાં કર્મચારીઓનો ટેસ્ટ કરવાનું શરૂ કર્યુ છે આ દરમિયાનમાં જાણીતા સ્ટાર બજારના કર્મચારીઓનો રિપોર્ટ કરવામાં આવતા એક કર્મચારીનો રિપોર્ટ પોઝિટિવ આવતા સમગ્ર સ્ટાર બજાર ૧૪ દિવસ માટે બંધ કરી દઈ સ્ટાર બજારમાં આવેલા ગ્રાહકોની યાદી તૈયાર કરવામાં આવી રહી છે અને આ તમામ ગ્રાહકોનો ટેસ્ટ કરવામાં આવશે.

આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેર અને જીલ્લામાં છેલ્લા ચાર દિવસથી કોરોનાના કેસોની સંખ્યામાં ખૂબ જ ઉછાળો આવ્યો છે. ખાસ કરીને માસ સ્પ્રેડર માં કોરોના પોઝિટિવ જાવા મળતાં તંત્ર સક્રિય બની ગયું છે. જેના પગલે અમદાવાદ શહેર તથા આસપાસના વિસ્તારોમાં દુકાનોમાં કામ કરતા કર્મચારીઓ તથા સુપર માર્કેટના કર્મચારીઓમાં કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. આ કામગીરી દરમિયાન તાજેતરમાં જ બે દવાનો દુકાનના બે કર્મચારીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા જેના પગલે કોર્પોરેશન દ્વારા આ કામગીરીનો વ્યાપ વધારી દેવામાં આવ્યો છે. હવે તો દરેક ફરિયાનું પણ સ્ક્રીનિંગ કરવાનો નિર્ણય લેવાયો છે.

સ્ક્રીનીંગ દરમિયાન કેટલીક મહત્વપૂર્ણ વિગતો બહાર આવી છે. શહેરના જાણીતા સ્ટાર બજારમાં ફરજ બજાવતા કર્મચારીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં એક કર્મચારીઓનો કોરોના પોઝિટિવ આવતા મ્યુનિસિપલ તંત્ર ચોંકી ઉઠયુ હતું અને તાત્કાલીક અસરથી સ્ટાર બજારને બંધ કરી દેવાયું હતું. કોરોના પોઝિટિવ કર્મચારીની પૂછપરછ કરતાં અધિકારીઓદ મૂઝવણમાં મૂકાયા હતા. પોઝિટિવ આવનાર સ્ટાર બજારનો કર્મચારી રાત્રે એક હોÂસ્પટલમાં પણ નોકરી કરી રહ્યો છે

જેના પગલે હવે મ્યુનિ. કોર્પોરેશન તંત્ર દ્વારા છેલ્લા દસ દિવસમાં સ્ટાર બજારમાં આવેલા તમામ ગ્રાહકોની યાદી તૈયાર કરવામાં આવી રહી છે અને સ્ટાર બજારમાં નોકરી કરતાં તમામ કર્મચારીઓની યાદી પણ તૈયાર કરી દેવાઈ છે. સ્ટાર બજારમાં આવેલા તમામ ગ્રાહકો તથા તમામ કર્મચારીઓના કોરોના ટેસ્ટ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને આ અંગેની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. આજ રીતે કર્મચારી જે હોÂસ્પટલમાં ફરજ બજાવે છે તે હોÂસ્પટલમાં જે લોકોના સંપર્કમાં આ કર્મચારી આવેલો છે તે તમામનો કોરોના ટેસ્ટ કરવામાં આવનાર છે અને આ માટેની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે.

અમદાવાદ શહેરને અડીને આવેલા અને જીલ્લામાં ગણાતા બોપલ વિસ્તારમાં દરરોજ પોઝિટિવ કેસ વધી રહ્યાં છે. મોડી રાત્રે. બોપલમાં ત્રણ પોઝિટિવ કેસ સામે આવ્યા છે. બોપલ સરકારી ટ્યુબવેલ પાસે આવેલી સ્ટાર બજાચર અને સંગીતા હોÂસ્પટલમાં કામ કરતા વ્યÂક્તને કોરોના પોઝિટિવ આવ્યો છે. જીલ્લામાં મોડી રાત્રે વધુ ૮ કેસ નોંધાયા છે. ધોળકામાં ૩, બોપલમાં ૪, અને ઈÂન્દરાનગરમાં ૧ મળી કુલ ૮ કેસ નોંધાતા જીલ્લામાં પોઝિટિવ કેસનો આંકડો પ૪ પર પહોંચ્યો છે. અમદાવાદ જીલ્લામાં કેસોની સંખ્યામાં અચાનક જ વધતા તંત્રમાં ચિંતા વધી છે. જ્યારે મોરલ અને પ્રતિક્ષા એપાર્ટમેન્ટમાં પણ એક એક વ્યÂક્તનો કોરોના પોઝિટિવ આવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.