સ્ટેજ ઉપરથી મોદીને કોઈ અપશબ્દો ન કહી શકેઃ ટિકૈત
છઠ્ઠીએ ત્રણ કલાકના ચક્કાજામની ખેડૂત નેતાની જાહેરાત-નરેન્દ્ર મોદીને ગાળો આપનારાને સ્ટેજ છોડી જવા ચીમકી
નવી દિલ્હી, પ્રજાસત્તાક દિવસ પર દિલ્હીમાં થયેલી હિંસા બાદ નબળા પડી રહેલા ખેડૂત આંદોલનમાં નવો પ્રાણ ફૂંકનારા રાકેશ ટિકૈતે જાહેરાત કરી છે કે ૬ ફેબ્રુઆરીના દેશભરમાં ૩ કલાક માટે ચક્કાજામ થશે. ગાઝીપુર બૉર્ડર પર કેટલાક લોકોની વડાપ્રધાન મોદી માટે વાંધાજનક ટિપ્પણી પર ટિકૈતે કહ્યું કે, આવા લોકો માટે તેમના સ્ટેજ પર કોઈ જગ્યા નથી.
ભારતીય કિસાન યૂનિયનના પ્રવક્તા રાકેશ ટિકૈતે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના સ્ટેજથી કોઈ પણ અપશબ્દો ના કહી શકે. તેમણે કહ્યું કે, એ ફરિયાદ આવી રહી છે કે લોકો મોદીજીને ગાળો આપી રહ્યા છે, તે અમારા લોકો ના હોઈ શકે. કોઈ પણ વ્યક્તિ જે વડાપ્રધાન માટે અપશબ્દોનો ઉપયોગ કરશે તે અહીંથી સ્ટેજ છોડીને જતો રહે.
તે તેનો વ્યક્તિગત ર્નિણય હશે. આ સ્ટેજનો ઉપયોગ નહીં કરવા દેવામાં આવે. તેમણે કહ્યું કે, જાે અહીં પણ કોઈ લોકો છે જે આડે-ધડ કંઈ પણ વાતો કરે છે, તો ભાઈ તેમનું અમને જણાવી દો. તેમને છોડવા પડશે. તેમનું વ્યક્તિગત નિવેદન હશે. માહોલને ખરાબ ના કરો
. જાે આપણને કોઈ વાત બરાબર નથી લાગતી તો બીજાને ગાળ આપવાનો કોઈને પણ અધિકાર નથી. રાકેશ ટિકૈતૈ ૬ ફેબ્રુઆરીના ચક્કાજામ પર કહ્યું કે, આ એ દિવસે ૩ કલાક સુધી ચાલશે. તેમણે કહ્યું કે, ગાડીઓ દિલ્હી બૉર્ડર પર રોકાશે તેની અમે વ્યવસ્થા કરીશું. ખેડૂતોને દેશદ્રોહી, ખાલિસ્તાની કહેવાના પ્રશ્ન પર તેમણે કહ્યું કે, એ વાત ખત્મ થઈ ગઈપ બીજી વાત કરો. જીંદમાં જ્યારે પણ જરૂર હશે તેઓ આવશે.
ચક્કાજામ પર ટિકૈતે કહ્યું કે, ધરણા પર ત્યાંથી લોકો આવશે અને પશ્ચિમ યૂપીથી પણ આવશે. અમે દિલ્હીમાં નથી કરી રહ્યા. ત્યાં તો ખુદ કિલ્લાબંધી કરી દેવામાં આવી છે. પૉપસ્ટાર રિહાનાથી જાેડાયેલા પ્રશ્ન પર તેમણે કહ્યું કે, કોણ છે આ વિદેશી કલાકાર, હું શું જાણું.
ટિકૈતને જ્યારે પૂછવામાં આવ્યું કે, વડાપ્રધાન મોદીએ કહ્યું છે કે તેમની સરકાર ખેડૂતોથી ફક્ત એક ફૉન કૉલ દૂર છે ત્યારે તેમણે કહ્યું કે, નંબર કયો છે? જણાવી દે, અમે વાત કરી લઇશું. તેમણે કહ્યું કે, સરકાર સાથે જે પણ વાત થશે તે ખેડૂત સંગઠનોની કમિટી કરશે.