Western Times News

Gujarati News

સ્વીડનની આ ૧૬ વર્ષની એન્વાયર્મેન્ટ એક્ટિવિસ્ટ પર દિલ્હી પોલિસે FIR કેમ દાખલ કરી

ટાઈમ મેગેઝીનની ‘પર્સન ઓફ ધ યર’ની એક્ટિવિસ્ટની સામે દિલ્હી પોલીસે FIR દાખલ કરી- કોઈ ધમકી ડગાવી નહીં શકે, શાંતિ પ્રદર્શનને મારૂં સમર્થનઃ ગ્રેટા

દિલ્હી પોલીસે ગુરુવારે ગ્રેટા થનબર્ગ પર ગુનાઈત ષડયંત્ર, સામાજિક સદ્‌ભાવ બગાડવાનો આરોપ લગાવવા FIR “No Amount Of Threats…”: Greta Thunberg After Delhi Police Files Case

નવી દિલ્હી, નવા કૃષિ કાયદાના વિરોધમાં દેશની રાજધાની દિલ્હીમાં લગભગ અઢી મહિનાથી ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે આ આંદોલનને લઈને ઘણી વિદેશી હસ્તીઓએ પણ ટિપ્પણી કરી છે. આ દરમિયાન સ્વીડનમાં રહેતી એન્વાયર્મેન્ટ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગની ટ્‌વીટને લઈને દિલ્હી પોલીસે તેની સામે કેસ નોંધ્યો છે. ગ્રેટાની સામે ચાર ફરિયાદ નોંધાઈ છે. પોતાની સામે નોંધાયેલી ફરિયાદ પર ગ્રેટાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, કોઈ ધમકી તેને ડગાવી નહીં શકે.

દિલ્હી પોલીસે નોંધેલી ફરિયાદ સામે ગ્રેટાએ ટ્‌વીટ કરી કે, ‘હું હજુ પણ ખેડૂતોના શાંતિપૂર્ણ પ્રદર્શનને સમર્થન આપી રહી છું. કોઈપણ પ્રકારની નફરત, ધમકીઓ અને માનવાધિકારોના ઉલ્લંઘનથી તેમાં કોઈ ફેરફાર નહીં આવે.’

ઉલ્લેખનીય છે કે, દિલ્હી પોલીસે ગુરુવારે ગ્રેટા થનબર્ગ પર ગુનાઈત ષડયંત્ર અને સામાજિક સદૂભાવ બગાડવાનો આરોપ લગાતવા એફઆઈઆર નોંધી છે. ગ્રેટા થનબર્ગની સામે આજે દિલ્હી પોલીસે કલમ ૧૨૦-બી, ૧૫૩-એ અંતર્ગત કેસ નોંધ્યો છે. તેની સામે સાયબર સેલમાં કુલ ૪ કેસ નોંધાયા છે.

હકીકતમાં, ગ્રેટા થનબર્ગે ગત મંગળવારે ખેડૂતોના સમર્થનમાં કરાયેલી પોતાની ટ્‌વીટમાં ભારત સરકાર સામે સવાલ ઉભા કર્યા હતા. ગ્રેટાએ પોતાની ટ્‌વીટમાં લખ્યું હતું કે, અમે ભારતમાં ખેડૂતોના આંદોલન પ્રત્યે એકજૂથ છીએ. સાથે જ તેણે સીએનએનના એક સમાચારને ટેગ કર્યા હતા,

જેનો હેડિંગ હતું, ‘પ્રદર્શનકારી ખેડૂતો અને પોલીસની અથડામણ વચ્ચે ભારતે નવી દિલ્હીની આસપાસ ઈન્ટરનેટ સેવા બંધ કરી’ એટલું જ નહીં, એક અન્ય ટ્‌વીટમાં તેણે ખેડૂત આંદોલનને લઈને એક કથિત દસ્તાવેજ પણ શેર કર્યો હતો, જેમાં આંદોલનના સમર્થનનું પ્લાનિંગ ખેડૂત આંદોલન મામલે વિદેશી હસ્તીઓની દખલગીરી પર વિદેશ મંત્રાલયે બુધવારે કહેવાયું હતું કે, કેટલાક સંગઠન અને લોકો પોતાનો એજન્ડા થોપવા માટે આ પ્રકારના નિવેદન આપી રહ્યા છે. મંત્રાલયે કહ્યું હતું કે, કોઈપણ પ્રકારની કોમેન્ટ કરતા પહેલા હકીકત અને પરિસ્થિતિની તપાસ કરવી જરૂરી છે.

ગ્રેટા થનબર્ગને જળવાયુ સંકટ સામેની લડાઈમાં સૌથી અગ્રણી વક્તા તરીકે ઓળખવામાં આવે છે. તેણે ઘણી વખત પોતાના ભાષણોથી લોકોના દિલ જીત્યા છે. તે ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પની સાથે તેની ટિ્‌વટર વોર પણ ઘણી ચર્ચામાં રહી હતી. ડિસેમ્બર ૨૦૨૦માં સ્વીડનની આ ૧૬ વર્ષની એન્વાયર્મેન્ટ એક્ટિવિસ્ટને પ્રતિષ્ઠિત ટાઈમ મેગેઝીને ૨૦૧૯ની ‘પર્સન ઓફ ધ યર’ તરીકે પસંદ કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.