Western Times News

Gujarati News

ભારતીય જનતા પાર્ટીએ ૧૦ વોર્ડમાં પેનલ બદલી

(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી માટે જાહેર કરવામાં આવેલ ૧૯૨ ઉમેદવારોમાંથી સીનીયરોની બાદબાકી કરવામાં આવી છે. પાર્લાપેન્ટરી બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવેલ માપદંડ મુજબ પસંદગી પ્રક્રીયા થઇ હતી જેના કારણે પૂર્વ મેયર બીજલ પટેલ, અમિતભાઇ શાહ, ગૌતમ શાહ અને મિનાક્ષીબેન પટેલને ટીકીટ મળી ન હતી. તેવી જ રીતે પૂર્વ સ્ટેન્ડીગ કમીટી ચેરમેન પ્રવિણભાઇ પટેલ અને અમુલ ભટ્ટના નામો પણ કપાયા છે. જ્યારે પૂર્વ ડેપ્યુટી ચેરમેન દિનેશ મકવાણા, બિપીન સિક્કા તેમજ રમેશ દેસાઇ પણ નિયમોના દાયરામાં આવ્યા હોવાથી તેમની બાદબાકી થઇ છે. ભાજપના ગઢ ગણાતા ખાડીયામાં પ્રથમ વખત આખી પેનલ બદલાઇ છે. જેમાં ૨૦૧૦-૧૫ દરમ્યાન કોર્પોરેટર પદે રહેલ નીકીબેન મોદીને ફરીથી તક આપવામાં આવી છે. મણીનગરમાં પણ એકસાથે ત્રણ કોર્પોરેટરો કપાયા છે. શહેરના ૪૮ વોર્ડ પૈકી એક માત્ર બોડકદેવ વોર્ડમાં જ તમામ કાઉન્સિલરોને રીપીટ કરવામાં આવ્યા છે.

ત્રણ પૂર્વ મેયરના વોર્ડની પેનલો કપાઈ
ભારતીય જનતા પાર્ટીએ ત્રણ કે તેથી વધુ ટર્મ, ૬૦ વર્ષ અને પરીવાર વાદ ના નિયમો જાહેર કરી ૪૮ વોર્ડ માટે ૧૯૨ ઉમેદવાર જાહેર કર્યા છે જેમાં ચાર પૂર્વ મેયર બીજલબેન પટેલ, અમિતભાઈ પટેલ, મિનાક્ષીબેન પટેલ અને ગૌતમભાઈ શાહ ની બાદબાકી થઈ છે જાે કે ગૌતમભાઈ અને મિનાક્ષીબહેન પટેલે પસદગી પ્રક્રિયા પહેલા જ ચૂંટણીન લડવા માટે જાહેરાત કરી હતી ઉમેદવારોની પસદગી બાદ ચાર પૂર્વ મેયર પૈકી ત્રણ મેયરોના વોર્ડ ની પેનલજ કપાઈ ગઈ છે તથા નવા ચહેરાઓને તક મળી છે જેમાં પાલડી વાસણા અને જાેધપુર વોર્ડનો સમાવશ થાય છે આ ઉપરાંત થલતેજ, સૈજપુર, કુબેરનગર, અસારવા, ખાડીયા, ઓઢવ અને ખોખરામાં પણ નવા ચહેરાઓને તક આપી છે આમ ભાજપાએ ૧૦ વોર્ડમાં રિપીટ થીયરીનો અમલ કર્યો છે.

પરીવારવાદના આક્ષેપ
ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારોએ પસંદગી પક્રિયા પહેલા કોઈ પણ નેતાના પુત્ર પુત્રી ભત્રીજા કે પરિવારના અન્ય સભ્યોને ટીકીટ ન આપવા જાહેરાત કરી હતી પરતુ ઉમેદવારોની જાહેર થયા બાદ કાર્યકરો દ્વારા પરિવારવાદ કરવામાં આવ્યો હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કોગ્રેસમાંથી ભાજપમાં સામેલ થયેલ રામોલ-હાથીજણ વોર્ડના કોર્પોરેટર અતુલ પટેલની ત્રણ ટર્મના કારણે બાદબાદી કરવામાં આવી છે પરતુ તેમના સ્થાને તેમનાજ પુત્ર મૌલિક પટેલને ટીકીટ આપવામાં આવી છે જ્યારે પૂર્વ મેયર કાનાજી ઠાકોર કે જેઓ પાર્લામેન્ટી બોર્ડનના પણ સભ્યો છે તેમના ભત્રીજાને પણ ટીકીટ ફાળવામાં આવી છે તેવી જ રીતે કુબેરનગર વોર્ડમાં પણ એક પૂર્વ મંત્રીના ભત્રીજાને ટીકીટ ફાળવવામાં આવી છે જ્યારે પૂર્વ મેયર કલ્પનાબેન ભટ્ટ પુત્રીને પણ નરોડા વોર્ડમાંથી ટીકીટ અપાતા સિનીયર કોર્પોરેટરો અને કાર્યકરોમાં આક્રોશ જાેવા મળ્યો હતો તેમજ જાહેરમાં આક્ષેપ પણ કરી રહ્યા હતા.

 

જૂના સિનિયરોને ફરી તક આપી
ભાજપા દ્વારા જાહેર કરવામાં આવેલ ૧૯૨ ઉમેદવારોની યાદીમા તમામ સિનિયરોની બાદબાકી કરવામાં આવી છે જેના કારણે મ્યુ.કોર્પોરેશનમાં અનુભવનો અવકાશ રહેશે જે પૂર્ણ કરવા માટે પાર્ટીએ એક – બે ટર્મ કોર્પોરેટર પદે રહ્યા હોય તેવા તેમજ ૨૦૧૫ની ચૂંટણીમાં બાદબાકી કરવામાં આવી હોય અથવા હારી ગયા હોય તેવા કેટલાક અનુભવી કોર્પોરેટરોને ફરીથી તક આપી છે જેમાં સરસપુર વોર્ડમાંથી ભાસ્કરભાઈ ભટ્ટ, સૈજપુરમાં મહાદેવભાઈ દેસાઈ, પાલડીમાં જેનિક વકીલ અને પ્રતિષ મહેતા, ખાટીયામાં નિકીબેન મોદી, અમરાઈવાડીમાં મહેન્દ્રભાઈ પટેલ, ભાઇપુરા વોર્ડમાં વાસંતીબેન પટેલ તેમજ નવા વાડજમાં યોગેશભાઈ પટેલનો સમાવેશ થાય છે.

રીપીટ કરવામાં આવેલા કોર્પોરેટરોની યાદી
(૧)ગોતા- પારૂલબેન પટેલ, (૨) ચાંદલોડિયા – રાજેશ્વરબેન પંચાલ, ભરતભાઈ પટેલ, (૩)ચાંદખેડા-અરૂણસિંહ રાજપુત, (૪)સાબરમતી – ચેતનભાઈ પટેલ (૫)રાણીપ-ગીતાબેન પટેલ, દરશથભાઈ પટેલ, (૬) નવાવાડજ-ભાવનાબેન વાઘેલા, (૭) ઘાટલોડીયા – ભાવનાબેન પટેલ, જતીનભાઈ પટેલ, (૮) નારણપુરા-ગીતાબેન પટેલ, જયેશભાઈ પટેલ, (૯) સ્ટેડીયમ રોડ – મુકેશ મિસ્ત્રી, પ્રદિપભાઈ દવે, (૧૦) સરદારનગર-કંચનબેન પચવાણી, (૧૧) નરોડા-અલ્કાબેન મિસ્ત્રી, (૧૨) શાહીબાગ – પ્રતિભાબેન જૈન, (૧૩) શાહપુર- રેખાબેન ચૌહાણ,જગ્દેશ દાંતણીયા (૧૪)નવરંગપુરા – વંદનાબેન શાહ, (૧૫) બોડકદેવ – દિપ્તીબેન અમરકોટીયા, વાસતીબેન પટેલ, દેવાગ દાણી, કાંતિભાઈ પટેલ, (૧૬) ઠક્કરબાપા નગર – દિક્ષિતકુમાર પટેલ, (૧૭) નિકોલ – બળદેવભાઈ પટેલ, (૧૮)બાપુનગર – અશ્વિનભાઈ પેથાણી, (૧૯) વેજલપુર – દિલીપભાઈ બગડીયા, રાજેશભાઈ ઠાકોર, (૨૦)સરખેજ – જયેશભાઈ ત્રિવેદી, (૨૧)મણિનગર – શીતલબેન ડાગા, (૨૨) ઈન્દ્રિપુરી- શીલ્પાબેન પટેલ (૨૩)વસ્ત્રાલ-ગીતાબેન પ્રજાપતિ, પરેશ પટેલ, અનિરૂદ્ધસિંહ ઝાલા, (૨૪) ઈસનપુર – ગૌતમભાઈ પટેલ, વટવા- જલ્પાબેન પંડ્યા,

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.