સ્થાનિક સ્વરાજ સંસ્થાઓમાં સરેરાશ ૬૨ ટકા મતદાન
હવે બીજી માર્ચે તમામ પાલિકાઓનું પરિણામ જાહેર થશેઃ ગુજરાતમાં હાલ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાની ચૂંટણીનું મતદાન સવારે ૭ વાગ્યાથી શરૂ થયુંઃ અનેક નેતાઓ મતદાનમાં ભાગ લીધો
અમદાવાદ, ગુજરાતમાં હાલ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીનું મતદાન સવારે ૭ વાગ્યાથી શરૂ થઇ ચુક્યું હતું. જે શાંતિપુર્વક સાંજે ૬ વાગ્યે પુર્ણ થયું હતું. જાે કે સાંજે ૬ વાગ્યે જે લોકો મતદાન મથકમાં આવી ગયા હોય તેમને મતદાન કરવા દેવામાં આવશે. સરેરાશ ૬૪ ટકા મતદાન નોંધાયું હતું.
જાે કે ફાઇનલ આંકડાઓ હજી સુધી ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયા નથી. જે મોડી સાંજે જાહેર કરવામાં આવશે. પરંતુ હાલ સરેરાશ ૬૪ ટકાની આસપાસ મતદાન થયું હોવાનું ચૂંટણી પંચ જણાવી રહ્યા છે. અત્રે નોંધનીય છે કે, ૨ માર્ચે તમામ પાલિકાઓનું પરિણામ જાહેર થશે.
ડાંગ જિલ્લા પંચાયતમાં સૌથી વધારે સરેરાશ ૭૧ ટકા મતદાન નોંધાયું હતુ. ગુજરાતમાં તાલુકા-જિલ્લા-પાલિકામાં મતદાન પૂર્ણ થયું હતું. જેમાં સરેરાશ ગુજરાતમાં અત્યાર સુધી સરેરાશ ૬૨ ટકા મતદાન નોંધાયું છે. ૨૩૧ તાલુકા પંચાયતમાં સરેરાશ ૬૪ ટકા મતદાન નોંધાયું છે.
૩૧ જિલ્લા પંચાયતમાં સરેરાશ ૬૦ ટકા મતદાન નોંધાયું છે. ૮૧ નગરપાલિકામાં સરેરાશ ૫૮ ટકા મતદાન નોંધાયું છે. જાે કે આ વખતે ઉલટો ટ્રેન્ડ જાેવા મળ્યો હતો. શહેરી વિસ્તારો કરતા ગ્રામ્ય વિસ્તારોમાં મતદાનનું પ્રમાણ ઘણુ ઉંચુ રહ્યું હતું.
જિલ્લા પંચાયત બાબતે ડાંગ જિલ્લા પંચાયત સૌથી આગળ રહી હતી, અહીં સૌથી વધારે ૭૧% મતદાન નોંધાયું હતું.
નગરપાલિકા બાબતે તાપી નગરપાલિકામાં સૌથી આગળ રહી હતી અને અહીં ૭૧% મતદાન નોંધાયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, ૨ માર્ચે તાલુકા-જિલ્લા-પાલિકામાં મતગણતરી થશે. અત્રે ઉલ્લેખનીય છે કે, જિલ્લા પંચાયત ૬૦, તાલુકા પંચાયત ૬૪, શરૂ થઈ ગયું છે. ૩૧ જિલ્લા પંચાયતો, ૨૩૧ તાલુકા પંચાયતો અને ૮૧ નગર પાલિકાની ચૂંટણીનું મતદાન શરૂ થયું છે.
૩૧ જિલ્લા પંચાયતની ૯૮૦ બેઠકો માટે મતદાન શરૂ થઈ ગયું છે. ૩૧ જિલ્લા પંચાયતની ૯૮૦ બેઠકોમાંથી ૨૫ બેઠક બિનહરીફ થઈ છે. ૩૧ જિલ્લા પંચાયતની ૯૮૦ બેઠકો પર ૨૬૫૫ ઉમેદવારો મેદાનમાં હતા.
જેમાં ભાજપના ૯૫૫ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે કે, ૨૩૧ તાલુકા પંચાયતની ૪૭૭૪ બેઠક પર મતદાન શરૂ થઈ ગયું છે. ૨૩૧ તાલુકા પંચાયતની ૪૭૭૪ બેઠક પર ૧૧૭ બેઠક બિનહરીફ થઈ છે. ૨૩૧ તાલુકા પંચાયતની ૪૭૭૪ બેઠક પર ૧૨,૨૬૫ ઉમેદવારો મેદાનમાં છે, જેમાં ભાજપના ૪,૬૫૭ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. ૮૧ નગરપાલિકાની ચૂંટણીનું પણ મતદાન શરૂ થઈ ગયું છે. ૮૧ નગરપાલિકાની ૨૭૨૦ બેઠકોમાંથી ૯૫ બેઠક બિનહરીફ થઈ છે.