Western Times News

Gujarati News

હત્યા કરાયેલા અજાણ્યા યુવકની ઓળખ આખરે સોશિયલ મીડિયાની મદદથી થઇ

પ્રતિકાત્મક

બાપુનગરમાં રહેતા અને કલરકામ કરતા મહંમદ આસિફની હત્યા કરીને લાશ ફેંકી દેવાઇ ઃ પોલીસ ગણતરીના કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલી નાખે તેવી શક્યતા

અમદાવાદ, એસપી રિંગ રોડ પર આવેલા હસંપુરા ખાતેની એક જમીન પર ગઇકાલે લોહીથી લથપથ હાલતમાં એક યુવકની લાશ મળી આવતા ચકચારી કિસ્સામાં પોલીસની ગણતરીના સમયમાં સફળતા મળી ગઇ છે.

યુવકની હત્યાનો ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં પહેલા પોલીસને તેની ઓળખ થઇ છે અને બાદમાં તેના હત્યારાઓ સુધી પહોંચવામાં પણ સફળતા મળી છે. મરનાર યુવક બાપુનગરનો રહેવાસી છે અને તેની કોઇ કન્સ્ટ્રક્શન સાઇટ પર હત્યા થઇ હોવાનું સામે આવ્યું છે.

નરોડા પોલીસ દિવાળીના બંદોબસ્તમાં વ્યસ્ત હતી ત્યારે તેને માહિતી મળી હતી કે નરોડા નજીક આવેલી હંસપુરા પાસેની એક જમીનમાં એક લોહીથી લથપથ હાલતમાં યુવકની લાશ પડી છે. કંટ્રોલ રૂમમાં આવેલા ફોનના આધારે નરોડા પોલીસે ઘટનાની ગંભીરતા લીધી હતી અને તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી ગઇ હતી

જ્યાં હંસપુરાના એક ખુલ્લા પ્લોટમાં યુવકની લાશ પડી છે. કંટ્રોલ રૂમમાં આવેલા ફોનના આધારે નરોડા પોલીસે ઘટનાની ગંભીરતા લીધી હતી અને તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી ગઇ હતી જ્યાં હંસપુરાના એક ખુલ્લા પ્લોટમાં યુવકની લાશ પડી હતી. યુવકે ટી શર્ટ અને બ્લ્યુ કલરનું જિન્સ પહેર્યું છે.

પોલીસે તેની તપાસ કરતા તેની પાસેથી તેની ઓળખનો કોઇ પુરાવો મળી આવ્યો નથી. આ સિવાય તેના શરીર ઉપર ટેટુનું કોઇ નિશાન પણ નથી કે જેના કારણએ તેની ઓળખ થઇ શકે.

નરોડા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી હતી અને આ યુવક કોણ છે તે શોધવા માટે પહેલા ચક્રો ગતિમાન કર્યા હતા. યુવકની હત્યા અને કોઇ જગ્યા પર થઇ હતી અને તેની લાશને ખુલ્લા મેદાનમાં ફેંકી દેવામાં આવી હતી. યુવક પર ડિસમિસ વડે હુમલો કરવામાં આવ્યો છે જેમાં તેના માથાના ભાગમાં આખે આખું ડિસમિસ ભોંકી દેવામાં આવ્યુ હતું.

યુવકના ખિસામાંથી ખાલી પાન મસાલાની પડીકી મળી આવી છે આ સિવાય તેની ઓળખના કોઇ પુરાવા મળી આવ્યા નથી. યુવક કોણ છે તે જાણવા માટે પોલીસ સોશિયલ મીડિયાનો સહારો લીધો હતો. જેમાં તેને જાણવા મળ્યું હતું કે મરનાર યુવક બાપુનગરનો છે અને તેનું નામ મહંમદ આસિફ છે. જે કલર કામ કરે છે.

આસિફની ઓળખ થતાં પોલીસ તેના આરોપીઓ સુધી પણ પહોંચી ગઇ છે. ગણતરીના સમયમાં આસિફની હત્યાનો ભેદ ઉકેલાય તેવી શક્યતા છે. કન્સ્ટ્રક્શન સાઇટ પર આસિફની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.