હરિયાણા અને પંજાબથી હજારો કિસાને બેરિકેડ તોડી ચંડીગઢમાં ધુસ્યા
નવીદિલ્હી: કૃષિ કાનુન રદ કરવાની માંગ માટે શરૂ થયેલ કિસાન આંદોલનને સાત મહીના પુરા થયા છે આજે ચંડીગઢમાં ૩૨ કસાન સંગઠનોએ રાજભવન તરફ કૂચ કરી હતી પંચકુલા અને મોહાલીથી હજારો કિસાનોએ બેરિકેડ તોડી ચંડીગઢમાં પ્રવેશ કર્યો હતો. જાે કે કિસાનોને પ્રેસ લાઇટ પ્લાઇન્ટ પર જબરજસ્તી રોકવામાં આવ્યા હતાં. કિસાનેને અહીં જ ઉભા રહેવા માટે જણાવાયું હતું પરંતુ કિસાન આગળ વધવાની જીંદ પર મકકમ રહેતા સંધર્ષ થયું હતું અને સ્થિતિ તનાવપૂર્ણ બની હતી કિસાનોએ ટ્રેકટરોને આગળ લઇ જવાનો પ્રયાસ કર્યો હતો. ડી સી મંદીપ સિંહ બરાડેએ કિસાનો પાસેથી આવેદનપત્ર લીધુ અને તેમને આશ્વાસન આપ્યું કે તે તેને પ્રશાસક વી પી સિંહ બદનૌર સુધી પહોંચાડશે
આ પહેલા બપોરે લગભગ એક વાગે કિસાન પંચકુલાના નાડ સાહિબ ગુરૂદ્વારાથી રવાના થયા હતાં જયારે માહોલીથી કિસાનોએ અબ સાહિબથી યાદવિંદર ચોક તરફ કુચ કરી આ દરમિયાન કિસાન નેતા રૂલદુ સિંહે કહ્યું કે ઇન્દિરા ગાંધી તરફથી કટોકટી લગાવવામાં આવી હતી તેને યાદ કરતા આ મોરચો કાઢવામાં આવી રહ્યો છે. યાદવિંદર ચોક પર કિસાનોએ પોલીસની બેરિકેટ તોડી નાખી હતી કિસાન નેતા રણજીત સિંહે કહ્યું કે ૩૦ હજારથી વધુ કિસાનો જાેડાયા છે.
ચંડીગઢ પોલીસે કિસાન કુચને ધ્યાનમાં રાખીને બેરિકેડિંગ કરી રાખી હતી અને પાણીની ટેન્કરો પણ તહેનાત કરી હતી કિસાનોએ બેરિકેડ હટાવ્યો તો પોલીસે પાણીના ફુવારા છોડયા હતાં પરંતુ કિસાનો ચંડીગઢમાં ધુસી ગયા હતાં પંચકુલાથી પણ કિસાન બેરિકેટ તોડી ચંડીગઢ પહોંચ્યા હતાં.
હરિયાણાના ગૃહમંત્રી અનિલ વિજે કહ્યું કે કિસાન સાત મહીનાથી સીમા પર બેઠા છે. તે નિરાશ છે આથી આંદોલનને જીંવતુ રાખવા માટે તેમના નેતા દરરોજ નવા કાર્યક્રમો બનાવે છે. આજે રાજભવનમાં આવેદનપત્ર આપવાની વાત કહેવામાં આવી હી આમ થતું રહેશે એ યાદ રહે કે કૃષિ કાનુનને રદ કરવાની માંંગ માટે ગત સાત મહીનાથી કિસાન આંદોલન કરી રહ્યાં છે.
સંયુકત કિસાન મોરચાએ શાંતિપૂર્ણ રીતે ધરણા પ્રદર્શનની વાત કહી છે. સંયુકત કિસાન મોરચાના સભ્ય યોગેન્દ્ર યોગેન્દ્ર યાદવે કહ્યું કે હાલમાં નાગરિકોના લોકતાંત્રિક અધિકારો પર અંકુશ લગાવવામાં આવી રહ્યો છે. સાત મહીના થયા છતાં સરકાર કિસાનોની વાત સાંભળી રહી નથી તેમનો અવાજ દબાવવામાં આવી રહ્યો છે.