Western Times News

Gujarati News

અયોધ્યાની સાંસ્કૃતિક જીવંતતાને જીવિત રાખવી આપણો સામુહિક પ્રયાસ : મોદી

નવીદિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અયોધ્યા પર સમીક્ષા બેઠક કરી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સીંગ દ્વારા અયોધ્યા વિકાસ યોડના પર સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી હતી આ બેઠકમાં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ,નાયબ મુખ્યમંત્રીઓ હાજર રહ્યાં હતાં આ ઉપરાંત અયોધ્યાના વિકાસથી જાેડાયેલ તમામ અધિકારી પણ હાજર રહ્યાં હતાં.

આ બેઠકમાં અયોધ્યાના નવા માસ્ટર પ્લાન પર પણ ચર્ચા કરવામાં આવી હતી. મોદીએ અયોધ્યામાં અત્યાર સુધી થયેલ વિકાસ કાર્યોની સમીક્ષા કરી આ બેઠકમાં વડાપ્રધાને અયોધ્યાને એક એવું શહેર બતાવ્યું જે દરેક ભારતીયની સાંસ્કૃતિક ચેતનામાં વસેલું છે તેમણે કહ્યું કે તેમાં પરંપરાઓની ઝલક જાેવા મળવી જાેઇએ અયોધ્યા આધ્યાત્મિક શહેર છે આથી તેનું ભવિષ્યનું બુનિયાદી માળખુ એવું હોવું જાેઇએ જે પર્યટકો અને તીર્થયાત્રીઓની સાથે સાથે તમામ માટે લાભદાયી હોય

વડાપ્રધાને વધુમાં કહ્યું કે અયોધ્યાનો વિકાસ એ રીતે થવો જાેઇએ કે આવનારી પેઢીને પોતાના જીવનમાં ઓછામાં ઓછું એકવાર અયોધ્યા આવવાની ઇચ્છા થાય મોદીએ એ પણ કહ્યું કે જે રીતે ભગવાન રામમાં લોકોને સાથે લાવવાની ક્ષમતા હતાં તે રીતે અયોધ્યાના વિકાસ કાર્યોમાં જન ભાગીદારી હોવી જાેઇએ ખાસ કરીને યુવાનોની.તેમણે કહ્યું કે શહેરના વિકાસમાં યુવાનોનું કૌશલનો લાભ ઉઠાવવો જાેઇએ બેઠકમાં વડાપ્રધાને કહ્યું કે અયોધ્યાને પ્રગતિની તે આગામી છલાંગ તરફ લઇ જવાની ગતિ અત્યાર સુધી શરૂ કરવામાં આવે અયોધ્યાની ઓળખની ઉજવણી મનાવવા અને અભિનવ પધ્ધતિથી તેની સાંસ્કૃતિક જીંવતતાને જીવિત રાખવી આપણો સામૂહિક પ્રયાસ છે.

આ બેઠકમાં બજેટ અનુસાર યોજનાઓને જમીન પર ઉતારવા અને ભવિષ્ય માટે તેને તૈયાર કરવાની રણનીતિ પર ચર્ચા કરવામાં આવી તેના માટે ફકત પ્રદેશ સરકારે જ ૧૪ હજાર કરોડની યોજનાઓ તૈયાર કરી છે કેન્દ્ર સરકારની અનેક યોજનાઓ પણ આ વિજનડોકયુમેટમાં સામેલ છે અનેક યોજનાઓ બંન્ને સરકારોની સંયુકત ભાગીદારીથી જાેડાયેલ છે.

વડાપ્રધાન મોદીની આ સમીક્ષા બેઠકને લઇ અસ્થાયી રામ મંદિરમાં પુજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે ખુશી વ્યક્ત કરી તેમણે કહ્યું કે એ સારી વાત છે કે વડાપ્રધાન અને યુપીના મુખ્યમંત્રી ખુદ આ કામને જાેવા માટે બેઠક કરી રહ્યાં છે. જયાં સુધી તેઓ તેને જાેશે નહીં ત્યાં સુધી વિકાસ કાર્ય જમીન પર આવશે નહીં તાજેતરમાં શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રે અયોધ્યાનો પ્રવાસ કર્યો હતો તેમણે અયોધ્યાના વિકાસ કાર્યો અને મંદિર નિર્માણની પ્રગતિને લઇ એક રિપોર્ટ તૈયાર કર્યો હતો આ રિપોર્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પાસે પણ પહોંચ્યા છે.

જયારે યોગી સરકારે કેબિનેટની બેઠકમાં કુલ આઠ પ્રસ્તાવો પર મંજુરી મારી છે જેમાં અયોધ્યામાં ૪૦૦ કરોડના ખર્ચે બસ સ્ટેન્ડના નિર્માણ કાર્યને મંજુરી મળી હતી ઇટર સ્ટેટ ટર્મિનલ આ બસ સ્ટેન્ડ પર આવનારા લોકોને જામથી બચાવવા માટે લગભગ દોઢ કીમીનો ફલાઇઓવર પણ બનશે

ઉત્તરપ્રદેશમાં આગામી વર્ષે વિધાનસભા ચૂંટણી થવાની છે તે પહેલાં અયોધ્યાને ચમકાવવાની કવાયત ચાલી રહી છે. તે માટે અયોધ્યા વિકાસ પ્રાધિકરણ તરફથી માસ્ટર પ્લાન તૈયાર કરાયો અને કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર મળીને લગભગ ૨૦ હજાર કરોડના પ્રોજેક્ટ પર કામ કરી રહ્યાં છે.

આગામી ૩૦ વર્ષમાં આયોધ્યામાં દરરોજ લગભગ ત્રણ લાખ શ્રદ્ધાળુઓ માટે સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા પર વિચાર
કરાશે. સર્વે રોપોર્ટમાં જાણવા મળ્યું છે કે ૨૦૨૪ સુધીમાં રામ મંદિર નિર્માણ પૂર્ણ થયા બાદ એક લાખ શ્રદ્ધાળુઓ -પ્રવાસીઓ અયોધ્યા આવશે.શ્રદ્ધાળુઓના રહેવાની અને થોડા દિવસ માટે અયોધ્યામાં રોકવા માટે અયોધ્યા ધામને વિસ્તારથી આકાર આપવામાં આવશે.

તેમાં ૮૪ કોસની સરહદમાં પડતાં અયોધ્યાના તીર્થો, કુંડ વગેરેનો વિકાસ કરીને કરોડો રામ ભક્તોની આકાંક્ષાઓને અનુરૂપ અયોધ્યાનું નિર્માણ કરવામાં આવશે.મોદીની બેઠક માટે તૈયાર કરવામાં આવેલા વિઝન ડોક્યુમેન્ટમાં ટૂંકી, મધ્યમ અને લાંબા ગાળાની ત્રણ પ્રકારની યોજનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.