Western Times News

Gujarati News

હળવદઃ કુંવરજી બાવળીયાએ ફીલ્ટર પ્લાન્ટ,બ્રાહમણી-૨ ડેમની મુલાકાત લઈ સમીક્ષા કરી

(જીજ્ઞેશ રાવલ દ્રારા) હળવદ: ગુજરાત રાજયના પાણી પુરવઠા વિભાગના કેબીનેટ મંત્રી કુંવરજી બાવળીયા આજરોજ અચાનક જ તેમના વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે હળવદના વિજળીક પ્રવાસે આવી પહોચ્યા હતા.ત્યારે,હળવદ સરકીટ હાઉસ ખાતે સ્થાનિક તેમજ ઉચ્ચ અધિકારીઓ સાથે એક બેઠકમા તાલુકાની પાણીની પરીસ્થિતી અંગે પ્રાથમિક સમીક્ષા બેઠક કરી,હળવદ વિસ્તારના આશરે ૩૯ ગામોને પીવાનુ ફિલ્ટર પાણી પુરૂ પાડતા ફીલ્ટર પ્લાન્ટ અને હળવદ વિસ્તારના જીવાદોરી સમાન બ્રાહ્મણી અને બ્રાહ્મણી-૨ ડેમ માહેના બ્રાહ્મણી-૨ ડેમની મુલાકાત લઈ,વર્તમાન અને આગામી સમયમા પીવાના પાણીથી લઈને સિંચાઈના પાણી પરીસ્થીતી તેમજ આગામી યોજના અંગે જાત નિરીક્ષણ દ્રારા સમીક્ષા કરતા તેઓ એ જણાવ્યુ હતુ કે

“દરેક ખેતરને પાણી અને નળ દ્રારા ઘેર-ઘેર જળ” માટે અમારી સરકાર કટીબધ્ધ છે”.ત્યારે,હળવદના ધારાસભ્ય પુરૂષોતમભાઈ તેમજ આગેવાનોની રજુઆતો અને તેમની સક્રીયતાના પરીણામે હળવદ વિસ્તારમા બાકી રહી જતા ગામોને પણ સિંચાઈ અને પીવાના પાણી જે કોઈ સમસ્યા હશે તે અંગેના યોગ્ય આયોજનો હાથ ધરવામા આવનાર છે. (તસ્વીર-અહેવાલઃજીજ્ઞેશ રાવલ,હળવદ)


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.