હળવદના કોયબા-ઢવાણા માર્ગ પર સર્જાયા ફિલ્મી દ્રશ્યો

મોરબી LCBને દારૂનો જથ્થો પકડવામા મળી મહત્વની સફળતા,
૩૧.૮૩ લાખના મુદ્દામાલ સાથે વિદેશી દારૂની ૮૭૦૦ બોટલો ભરેલો ટ્રક ઝડપાયો
રાજસ્થાની ડ્રાઈવર ટ્રક મુકી છુમંતર થયો
(જીજ્ઞેશ રાવલ દ્રારા) હળવદ: રાજયમા દારૂબંધીના કડક અમલ વચ્ચે નિર્ભયતાથી બેરોકટોક થતી દારૂની હેરાફરીને દબોચી લેવા મોરબી જીલ્લા પોલીસ-એલ.સી.બી એ કમ્મર કસી હોય તેમ ૨૧.૭૮ લાખની કીંમતની ૮૭૦૦ નંગ બોટલ વિદેશી દારૂ ભરેલો ટ્રક ઝડપી પાડી દારૂબંધી અંગે મહત્વની સફળતા પ્રાપ્ત કરી છે.
પ્રાપ્ય વિગતો અનુસાર બુધવારના રોજ મોડી સાંજે મોરબી એલ.સી.બીને દારૂની હેરાફેરીની મળેલ બાતમીના આધારે હળવદ હાઈવે પરના કવાડીયાના પાટીયા પાસે એલ.સી.બીના પી. આઇ. વી.બી.જાડેજા તેમજ એલ.સી.બી સ્ટાફના યોગેશદાન ગઢવી, દીલીપભાઈ ચૌધરી, દશરથસિંહ પરમાર,સહદેવસિંહ જાડેજા, પૃથ્વીસિંહ જાડેજા,હરેશભાઈ સરવૈયા,રણવીરસિંહ જાડેજા સહીતના એ વોચ ગોઠવતા,ત્યાથી પસાર થતી, ટ્રક DL-1gc-3442ને રોકવાનો પ્રયાસ કરતા,ટ્રક ચાલકે પૂરપાટ ઝડપે કોયબા-ઢવાણા માર્ગ પર ટ્રક ભગાવતા ફીલ્મી દ્રશ્યો સર્જાયા હતા.
પરીણામે એલ.સી.બી સ્ટાફ દ્રારા તેનો પીછો કરાતા રાજસ્થાનના ઝાલોરના કુકાબ ગોડાનો દિનેશ બાબુલાલ નામક ટ્રક ચાલક આગળ જઈને ટ્રક મુકી ભાગી છુટતા મુદ્દામાલ સાથે ટ્રક ઝડપાઈ ગયેલ છે. મોરબી એલ.સી.બીની આ સફળ વોચના પરીણામે ટાટા કંપનીના ટ્રકમા છેવાડાના ભાગમા ગોઠવેલ પશૂ આહારના ભૂસાની પ્લાસ્ટીકની કોથળીઓની આડમા છુપાવેલ ૨૧.૭૮ લાખની કીંમતની વિદેશી દારૂની ૮૭૦૦ બોટલ સાથે પાંચ હજારની કીંમતનો મોબાઈલ અને દશ લાખની કીંમતની ટાટા કંપનીની ટ્રક સહીત ૩૧.૮૩ લાખનો મુદ્દામાલ ઝડપી પાડતા ચકચાર મચી જવા પામી છે.જે અંગે એલ.સી.બી દ્રારા હળવદ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશનનો ગુનો નોંધાવેલ છે