હવે ઉત્તરાખંડની કુમાઉ વિસ્તારમાં નેપાળે પોતાનો હક જમાવ્યો
નવીદિલ્હી, નેપાળ હવે ફરી એકવખત વિવાદાસ્પદ નિવેદન આપી રહ્યું છે. નેપાળનું કહેવું છે કે ઉત્તરાખંડ રાજ્યના કુમાઉ વિસ્તારનો ચંપાવત જિલ્લો તેમની સરહદમાં આવે છે. આ દાવો નેપાળના કંચનપુર જિલ્લાના ભીમદત્ત નગરપાલિકાના મેયરે કર્યો છે. તેમનું કહેવું છે કે વર્ષોથી ચંપાવત જિલ્લા નેપાળનો હિસ્સો રહ્યો છે. કારણ કે તેમના જંગલો માટે બનાવામાં આવેલી કોમ્યુનિટી ફોરેસ્ટ કમિટી તેમના નગરપાલિકા ક્ષેત્રમાં આવે છે.
રિપોર્ટના મતે નેપાળના કંચનપુર જિલ્લાના ભીમદત્ત નગરપાલિકાના મેયર સુરેન્દ્ર બિષ્ટનું કહેવું છે કે અમારી નગરપાલિકાના અંતર્ગત ઉત્તરાખંડના કુમાઉ વિસ્તારની અંતર્ગત ચંપાવત જિલ્લાના જંગલોનો કેટલોક હિસ્સો આવે છે. સુરેન્દ્ર બિષ્ટનો દાવો છે કે ચંપાવતના જંગલોમાં બનાવામાં આવેલ સામુદાયિક વન સમિતિ કેટલાંય વર્ષોથી ભીમદત્ત નગરપાલિકાની અંતર્ગત કામ કરે છે. કેટલાંય વર્ષો પહેલાં નગરપાલિકા એ આ વિસ્તારમાં લાકડાની વાડ થવા લાગી. જે જૂનો થતાં તાજેતરમાં જ બદલી દેવાયો છે.
ચંપાવત જિલ્લાના સૂત્રોના મતે લાકડાના આ વાડને લગાવા માટે અંદાજે ૪૫ લાખ રૂપિયા ખર્ચ કર્યો હતો. જ્યારે મેયર સુરેન્દ્ર બિષ્ટને પૂછવામાં આવ્યું કે તમે કેવી રીતે આ દાવો કરી શકો છો તો તેમણે કહ્યું કે જે ભાગમાં વાડ લગાવી હતી તે નો મેન્સ લેન્ડ છે. બિષ્ટ આગળ કહે છે કે આ તસવીર એકદમ સ્પષ્ટ છે. અમે નથી ઇચ્છતા કે સરહદને લઇ કોઇ વિવાદ થાય કારણ કે સરહદ વિવાદ કોઇની પણ માટે સારો નથી. પરંતુ અમે એ ઇચ્છીએ છીએ કે આ મામલો ઝડપથી ઉકેલી લેવાશે. થોડાંક દિવસ પહેલાં જ ચંપાવત જિલ્લાના ટનકપુરમાં સરહદ વિવાદ ઉઠ્યો હતો જ્યારે નેપાળી નાગરિકોએ પિલર સંખ્યા ૮૧૧ પર પોતાનો કબ્જો જમાવી લીધો હતો. તેમનો દાવો હતો કે આ પિલર નો-મેન્સ લેન્ડમાં આવે છે. ત્યારબાદ જ્યારે ભારતીય સુરક્ષાકર્મીઓએ ટોકયા અને નેપાળના અધિકારીઓને ફરિયાદ કરી તો નેપાળના અધિકારી સ્થળ પર પહોંચ્યા અને તેમણે ભારતીય અધિકારીઓ સાથે વાતચીત કરી. હવે આ જગ્યાને લઇ આવનારા થોડાંક સપ્તાહમાં ફરી ભારતીય અને નેપાળી અધિકારીઓ બેઠક કરશે.HS