હવે વિલેનની ગેંગમાં દિશા પટની પણ સામેલ થઇ

મુંબઇ, ખુબસુરત દિશા પટની હવે વિલેન ગેંગમાં સામેલ થઇ ગઇ છે. પ્રાપ્ત હેવાલ મુજબ દિસા પટનીની એક વિલેનની સિક્વલ ફિલ્મ માટે પસંદગી કરવામાં આવી ચુકી છે. ફિલ્મમાં દિશા આદિત્ય રોય કપુર સાથે જાડી જમાવનાર છે. હાલમાં જ રજૂ કરવામાં આવેલી ફિલ્મ મલંગમાં આદિત્ય રોય કપુરની સાથે દિશા નજરે પડી હતી. આ ફિલ્મની ચારેબાજુ પ્રશંસા પણ થઇ હતી. હવે દિશાને એક વિલનના સિક્વલ માટે લેવામાં આવી ચુકી છે. મુખ્ય એક્શન થ્રીલર ફિલ્મ એક વિલન વર્ષ ૨૦૧૪માં રજૂ કરવામાં આવી હતી.
આ ફિલ્મમાં શ્રદ્ધા કપુર અને સિદ્ધાર્થ દ્વારા મુખ્ય ભૂમિકા અદા કરવામાં આવી હતી. મોહિત દ્વારા કહેવામાં આવ્યુ છે કે દિશા ફિલ્મમાં પ્રથમ અભિનેત્રી રહેનાર છે. તેનુ કહેવુ છે કે દિશાએ પોતે વધુ એક્શન ફિલ્મ કરવા માટેની ઇચ્છા તેની સમક્ષ વ્યક્ત કરી હતી. ફિલ્મ નિર્માતાનુ કહેવુ છે કે દિશા ફિલ્મમાં એક અલગ અંદાજમાં નજરે પડનાર છે. દિશા મલંગમાં એક નવા રોલમાં હતી. જ્યારે એક વિલેનના સિક્વલમાં તેની ભૂમિકા અલગ પ્રકારની રહેનાર છે. ઇન્ડસ્ટ્રીઝના સુત્રોએ માહિતી આપતા કહ્યુ છે કે દિશા જહોન સાથે નજરે પડનાર છે. નિર્માતા ફિલ્મને એક અલગ એન્ગલ આપવા માટેના પ્રયાસ કરી રહ્યા છે.
ભુષણ કુમાર અને એકતા કપુર પ્રોડક્શન દ્વારા નિર્મિત ફિલ્મ આ વર્ષે મોડેથી ફ્લોર પર જનાર છે. આઠમી જાન્યુઆરી ૨૦૨૧ના દિવસે હાલના કાર્યક્રમ મુજબ ફિલ્મને રજૂ કરવાની યૌજના તૈયાર કરવામાં આવી છે. ફિલ્મનુ શુટિંગ શરૂ કરવામાં આવ્યા બાદ ઝડપથી શુટિગ આગળ વધનાર છે. દિશા હાલમાં સલમાન ખાન સાથેની રાધે ફિલ્મમાં કામ કરી રહી છે. આ ફિલ્મ આ જ વર્ષે રજૂ કરવામાં આવનાર છે.