Western Times News

Gujarati News

શાહરૂખ ખાનની સાથે ફિલ્મ હાલ કરી રહી નથી: કાજાલ

મુંબઇ, બોલિવુડના બાદશાહ શાહરૂખ ખાનની ફિલ્મને લઇને લઇને ચાહકો હાલમાં રાહ જોઇ રહ્યા છે. તેની પાસે નવી નવી ફિલ્મની ઓફર આવી રહી છે પરંતુ તે હાલમાં સાવધાની રાખી રહ્યો છે. પ્રાપ્ત અહેવાલ મુજબ શાહરૂખ ખાન છેલ્લા કેટલાક સમયથી ફ્લોપ રહ્યો છે. જેના કારણે તે હવે સાવધાનીપૂર્વક આગળ વધવા માટે ઇચ્છુક છે. શાહરૂખ ખાન સાથે કોઇ ફિલ્મ કરી રહી હોવાના હેવાલને કાજાલે રદિયો આપ્યો છે. કાજાલે કહ્યુ છે કે આ પ્રકારના હેવાલ આધારવગરના છે. હાલના દિવસોમાં હેવાલ આવ્યા હતા કે કાજાલ શાહરૂખ સાથે નજરે પડી શકે છે.

શાહરૂખ ખાનને લઇને રાજકુમાર હિરાની અથવા તો રાજ અથવા તો ડીકે અથવા તો સાઉથના ફિલ્મ નિર્માતા એટલીની સાથે કામ કરી શકે છે. હાલમાં આપેલા એક ઇન્ટરવ્યુમાં કાજાલે કહ્યુ છે કે તે શાહરૂખ સાથે ફિલ્મ કરી રહી હોવાનમા હેવાલ આધારવગરના છે. તેનુ કહેવુ છે કે શાહરૂખ સાથે તેને કોઇ નવી ફિલ્મની ઓફર થઇ રહી નથી. તમામ લોકો સારી રીતે જાણે છે કે કાજાલ અને શાહરૂખ ખાનની જોડી બોલિવુડમાં સૌથી આદર્શ જાડી તરીકે રહી ચુકી છે.

આ બંને અનેક ફિલ્મમાં સાથે કામ કરી ચુકી છે. જેમાં બાજીગર, દિલવાલે દુલ્હનિયા લે જાયેગે, કુછ કુછ હોતા હે ફિલ્મમાં સાથે કામ કરી ચુક્યા છે. આ ઉપરાંત કભી ખુશી કભી ગમ નામની ફિલ્મમાં પણ સાથે દેખાયા હતા. શાહરૂખ ખાનની છેલ્લે કેટલીક ફિલ્મો ફ્લોપ સાબિત થઇ રહી છે. જેના કારણે તે હવે ચર્ચામાં રહ્યો નથી. તમામ નવા કલાકારો તેના કરતા વધારે ફિલ્મ હાલમાં કરી રહ્યા છે. કાજાલ માને છે કે ફિલ્મની સફળતા માટે પટકથા સૌથી ઉપયોગી ભૂમિકા અદા કરે છે. જાણકાર લોકો માની રહ્યા છે કે કાજાલ અને શાહરૂખની જાડીને ચમકાવીને ફરી એકવાર લોકોમાં ચર્ચા જગાવવાના પ્રયાસ જારી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.