હિમાચલના કેલોંગમાં પારો શૂન્યની નીચે ૧૧ ડિગ્રી સુધી પહોંચ્યો
નવીદિલ્હી, ઉત્તર ભારતમાં આવનારા દિવસોમાં ઠંડી વધુ પડે તેવી સંભાવનાઓ વચ્ચે જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમં અનેક સ્થાનો પર પારો શૂન્યની નીચે ચાલ્યો ગયો હતો જયારે અન્ય ઉત્તરી રાજયોમાં ખુબ ઠંડી રહી ઠંડી હવાની ચપેટમાં આવેલ દિલ્હીમાં સોમવારે ન્યુનતમ તાપમાન ૮.૫ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું હતું જયારે રવિવારે આ ૧૧.૫ ડિગ્રી હતું સોમવારે અહીં અધિકતમ તાપમાન સામાન્યથી ચાર ડિગ્રી ઓછું ૧૯.૪ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જે આ મહીનામાં અત્યાર સુધીનું સૌથી ઓછું છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર પશ્ચિમ ભારતમાં આગામી ચાર દિવસોમાં ન્યુનતમ તાપમાનમં ત્રણથી પાંચ ડિગ્રી સેલ્સિયસના ઘટાડાની સંભાવના છે ઉત્તર ભારતનો મોટો હિસ્સો પહેલા જ ધુમ્મસથી પસાર થઇ રહ્યો છે હવામાન વિભાગે કહ્યું કે આગામી બે ત્રણ દિવસ દરમિયાન મધ્ય અને પશ્ચિમ ભારતમાં ન્યુનતમ તાપમાનમાં કોઇ મોટા પરિવર્તનની સંભાવના નથી પરંતુ ત્યારબાદ તેમાં ચાર ડિગ્રી સેલ્સિયસ ધટાડો થશે.
વિભાગે કહ્યું કે પંજાબ હરિયાણા ચંડીગઢ અને દિલ્હીમાં પણ ઠંડીની સ્થિતિ બની છે.જમ્મુ કાશ્મીરમાં કાશ્મીર ઘાટીમાં મોટાભાગના સ્થાનો પર રાતનું તાપમાન શૂન્યથી નીચે નોંધાયુ હતું જાણીતા સ્કી રિસોર્ટ ગુલમર્ગ જમ્મુ કાશ્મીરનું સૌથી ઠંડા સ્થાન રહ્યું જયાં પારો શૂન્યથી નવ ડિગ્રી નીચે ચાલ્યો ગયો જમ્મુમાં સોમવારે આ સીજનનો સૌથી ઠંડો દિવસ હતો. અહીં અધિકતમ તાપમાન ૧૧.૬ ડિગ્રી રહ્યું જે સામાન્યથી ૯.૮ ડિગ્રી ઓછું છે.
કાશ્મીરના કુપવાડામાં પારો શૂન્યથી નીચે ૧.૩ ડિગ્રી સેલ્સિયસ નોંધાયો જયારે કોકરનાગમાં રાતનું તાપમાન શૂન્યથી નીચે ૧.૧ ડિગ્રી સેલ્સિયસ રહ્યું.શ્રીનગરમા પારો શૂન્યથી નીચે ૧.૪ ડિગ્રી સુધી આવી ગયો આ દરમિયાન હિમાચલ પ્રદેશના કેલાંગ કલ્પા અને મનાલીમાં તાપમાન શૂન્યથી નીચે રહ્યું જનજાતીય જીલ્લા લાહૌર સ્પીતિના કેલાંગ સૌથી ઠંડુ સ્થાન રહ્યું જયાં ન્યુનતમ તાપમાન શૂન્યની નીચે ૧૧ ડિગ્રી સેલ્સિયસ દાખલ થયું કિન્નૌરના કલ્પા અને કુલ્લુના મનાલીમાં પારો અનુક્રમે શૂન્યતી નીચે ૩.૭ અને ૧.૭ ડિગ્ સુધી નીચે આવ્યો.
ઉત્તરપ્રદેશમાં હવામાન શુષ્ક રહ્યંુ તથા કેટલાક સ્થાનો પર દિવસે ઠંડી રહી અને ધુમ્મસ છવાયેલું રહ્યું રાજયના પાટનગર લખનૌમાં ન્યુનતમ તાપમાન ૧૦.૯ ડિદ્રી નોંધાયુ જયારે અલ્હાબાદમાં આ ૧૫ ડિગ્રી રહ્યું બરેલી અલીગઢ અને મુઝફફરનગરમાંં પારો ૯.૪ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યો નજીબાબાદ અને બહરાઇચમાં ન્યુનતમ તાપમાન નવ ડિગ્રી સેલ્સિયસ અને ઇટાવામાં ન્યુનતમ તાપમાન ૮.૬ ડિગ્રી રહ્યું મેરઠમાં આઠ ડિગ્રી ન્યુનતમ તાપમાનની સાથે રાજયનું સૌથી ઠંડુ સ્થાન રહ્યું
પંજાબ અને હરિયાણાના અનેક ભાગોમાં સોમવારને ઠંડીનો પ્રકાપ રહ્યો હરિયાણામાં હિસાર ને નારનૌલમાં ન્યુનતમ તાપમાન અનુક્રમે ૬.૨ અને છ ડિગ્રી સેલ્સિયસ નોંધાયુ હતું. ભિવામાં ૬.૪ અને રોહતમાં ૮ ડિગ્રી રહ્યું.HS