Western Times News

Gujarati News

૧૦મા દિવસે તેજીઃ સેંસેક્સમાં ૧૬૯ પોઈન્ટનો નજીવો વધારો

મુંબઈ: મજબૂત વૈશ્વિક બજારો અને સ્થાનિક બજારમાં વધઘટ વચ્ચે બુધવારે નાણાકીય શેરોમાં સતત ૧૦ મા દિવસે વધારો થયો છે. સેન્સેક્સમાં કારોબાર દરમિયાન બીએસઈનો ૩૦ શેરો વાળો સેન્સેક્સ ઈન્ડેક્સ ૬૦૦ થી વધુ પોઇન્ટની રેન્જમાં વધી રહ્યો હતો. જો કે, તે ૧૬૯.૨૩ પોઇન્ટ અથવા ૦.૪૨ ટકા, ટ્રેડિંગના અંતે ૪૦,૭૯૪.૭૪ પર બંધ રહ્યો હતો. એ જ રીતે એનએસઈનો નિફ્ટી ૩૬.૫૫ પોઇન્ટ એટલે કે ૦.૩૧ ટકા વધીને ૧૧,૯૭૧.૦૫ પોઇન્ટ પર પહોંચી ગયો છે. સ્થાનિક શેરબજાર સતત ૧૦ મા દિવસે નફામાં રહ્યું. સેન્સેક્સ કંપનીઓમાં બજાજ ફિનસર્વે લગભગ ચાર ટકાનો સૌથી વધુ વધારો કર્યો હતો.

આ ઉપરાંત બજાજ ફાઇનાન્સ, આઈસીઆઈસીઆઈ બેંક, ઈન્ડસઇન્ડ બેન્ક, ટાટા સ્ટીલ, એક્સિસ બેન્ક, એચડીએફસી અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (એસબીઆઈ) ના શેરમાં પણ તેજી જોવા મળી છે. બીજી તરફ, એનટીપીસી, ઓએનજીસી, ટેક મહિન્દ્રા, પાવરગ્રિડ, ઇન્ફોસીસ અને એચસીએલ ટેકના શેરના ભાવમાં ઘટાડો નોંધાયો હતો.

વૈશ્વિક સ્તરે, એશિયાના બજારોમાં હોંગકોંગના હેંગસેંગ અને દક્ષિણ કોરિયાની કોસ્પીમાં તેજી નોંધાઈ છે. જોકે, ચીનના શાંઘાઈ કમ્પોઝિટ અને જાપાનની નિક્કીમાં ઘટાડો જોવા મળ્યો હતો. શરૂઆતના વેપારમાં યુરોપિયન બજારો આગળ હતા. દરમિયાન ક્રૂડ ઓઇલનું આંતરરાષ્ટ્રીય માનક બ્રેન્ટ ક્રૂડ ૦.૦૯ ટકા ઘટીને ૪૨.૪૧ યુએસ ડોલરના સ્તરે છે. વિદેશી વિનિમય બજારમાં રૂપિયો ચાર પૈસા વધી યુએસ ડોલરની તુલનાએ ૭૩.૩૧ ની સપાટીએ બંધ રહ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.