Western Times News

Gujarati News

૧૦૦ વર્ષ જીવીશ ને કામ કરતો રહીશ : અભિનેતા ધનશ્યામ

મુંબઈ: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સૌથી લાંબી ચાલનારી સીરિયલ પૈકીની એક છે. આ શોમાં એક્ટર ઘનશ્યામ નાયક નટુકાકાના રોલમાં જાેવા મળે છે. ઘનશ્યામ નાયક હાલ કેન્સરની સારવાર કરાવી રહ્યા છે. વરિષ્ઠ અભિનેતાના ગળામાં ગત એપ્રિલ મહિનામાં થોડા સ્પોટ્‌સ જાેવા મળ્યા હતા જે બાદ તેમણે કીમોથેરપી શરૂ કરાવી હતી. અમારા સહયોગી ઈટાઈમ્સ ટીવી સાથેની એક્સક્લુઝિવ વાતચીતમાં ઘનશ્યામ નાયકે જણાવ્યું છે કે, તેમની તબિયત એકદમ સારી છે અને તેઓ મુંબઈમાં શૂટિંગ શરૂ થવાની રાહ જાેઈ રહ્યા છે.

હું એકદમ સ્વસ્થ અને સાજાે છું. એવી કોઈ મોટી સમસ્યા નથી. દર્શકો મને આવતીકાલના તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના એપિસોડમાં જાેશે પણ ખરા. આ એપિસોડ મારા માટે ખૂબ ખાસ છે અને મને આશા છે કે તેમને મારું કામ ગમશે, તેમ ઘનશ્યામ નાયકે કહ્યું. સારવાર વિશે વાત કરતાં ‘નટુકાકા’એ કહ્યું, “હા, સારવાર ચાલી રહી છે અને મને આશા છે કે જલદી જ બધું બરાબર થઈ જશે. સારવાર ચાલુ છે અને આવતીકાલનો એપિસોડ પ્રસારિત થાય પછી મને આશા છે કે શૂટિંગ મુંબઈમાં શરૂ થાય, જેથી હું કામ પર પાછો ફરી શકું.

હું કામ પર પાછા ફરવાની આતુરતાથી રાહ જાેઈ રહ્યો છું. મહિનામાં એક વખત મારી કીમોથેરપી થાય છે. ડૉક્ટરે કહ્યું છે કે, હું કામ કરી શકું છું અને તેમાં કોઈ વાંધો નથી. હું માત્ર પોઝિટિવિટી ફેલાવા માગુ છું અને બધાને કહેવા માગુ છું કે મારી તબિયત સારી છે. પીઢ અભિનેતાએ તાજેતરમાં જ દમણમાં સીરિયલનો એક એપિસોડ શૂટ કર્યો હતો. લાંબા સમય બાદ શોની કાસ્ટને મળીને ખૂબ સારું લાગ્યું તેમ જણાવ્યું. “દમણમાં શૂટિંગ કરવાની મને ખૂબ મજા પડી. આખી કાસ્ટને ફરીથી મળીને ખૂબ સારું લાગ્યું. મેં ત્યાં એક એપિસોડનું શૂટિંગ કર્યું છે.

હું એકદમ સ્વસ્થ અને તંદુરસ્ત છું અને હવે શૂટિંગ કરી શકું છું. મારા સ્વાસ્થ્ય અંગે જે પણ ન્યૂઝ હાલ ફરી રહ્યા છે તે જૂના છે. મને ખબર છે કે હું ૧૦૦ વર્ષ જીવવાનો છું અને મને કશું જ નહીં થાય તેની મને ખાતરી છે”, તેમ ઘનશ્યામ નાયકે ઉમેર્યું. મુંબઈમાં હાલ કોરોનાની જે સ્થિતિ છે તે જાેતાં સ્વાસ્થ્ય અંગે ચિંતા થાય છે કે કેમ? આ પ્રશ્નના જવાબમાં એક્ટરે કહ્યું, “કોરોનાની આ પરિસ્થિતિ છેલ્લા એક વર્ષથી ચાલી રહી છે અને હજી પણ રહેશે.

આનો અર્થ એ નથી કે હું ડરી જઈશ ને ઘરે બેસીશ. હું હકારાત્મક વ્યક્તિ છું અને જીવનમાં ક્યારેય નિરાશ કે નકારાત્મક થતો નથી. હું મારી જિંદગીના છેલ્લા શ્વાસ સુધી કામ કરવા માગુ છું અને મારી ઈચ્છા મેકઅપ સાથે જ મૃત્યુ પામવાની છે. હું ઈચ્છું છું કે ઈશ્વર મારી આ ઈચ્છા પૂરી કરે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.