Western Times News

Gujarati News

કુમાર સાનુએ ઈન્ડિયન આઈડલ શો પર કટાક્ષ કર્યો

મુંબઈ: ઈન્ડિયન આઈડલની ૧૨મી સીઝન વિવાદોને કારણે સતત ચર્ચાનો વિષય બની રહી છે. કન્ટેસ્ટન્ટ હોય કે જજ, તેઓ સતત કોઈ કારણોસર ટ્રોલ થતા રહે છે. અમિત કુમારની કોન્ટ્રોવર્સીની ચર્ચા હજી ચાલુ જ છે, તેમાં સોનુ કક્કરનું પર્ફોમન્સ અને પછી શન્મુખપ્રિયાને બહાર કરવાની માંગ. અભિજીત સાવંત અને અભિજીત ભટ્ટાચાર્ય જેવા સિંગર્સે પણ શૉ પ્રત્યે પોતાની નારાજગી વ્યક્ત કરી છે. સિંગર કુમાર સાનુએ પણ ઈન્ડિયન આઈડલ સહિત અન્ય રિયાલિટી શૉને લગતું ચોંકાવનારું નિવેદન આપ્યું છે.

થોડા દિવસો પહેલા ઈન્ડિયન આઈડલ ૧૨માં મહેમાન તરીકે પહોંચેલા કુમાર સાનુએ તાજેતરમાં એક ઈન્ટર્વ્યુમાં રિયાલિટી શૉ પર એક કમેન્ટ કરી છે. કુમાર સાનુને જ્યારે પુછવામાં આવ્યું કે શું તેમને લાગે છે કે ઈન્ડિયન આઈડલ જેવા રિયાલિટી શૉ ટેલેન્ટને પ્રોત્સાહન આપે છે અને તેમને નર્ચર કરે છે? તો કુમાર સાનુએ કહ્યું કે, જેટલી ગોસિપ વધારે હશે, તેટલી ટીઆરપી વધશે. સમજાે, આ કોઈ મોટી વાત નથી.

કુમાર સાનુએ આગળ કહ્યું કે, ટેલેન્ટ પોતાનો રસ્તો શોધી જ લે છે. આ શૉ ટેલેન્ટને સામે લઈને આવે છે. પરંતુ આગળ શું? માત્ર ઈન્ડિયન આઈડલ જ નહીં, આવો દરેક રિયાલિટી શૉ ટેલેન્ટને પબ્લિક પ્લેટફોર્મ પર લઈને આવે છે. શક્ય છે કે તેમને ઈન્ડસ્ટ્રીમાં તક ના પણ મળે. શક્ય છે કે તેમને કોઈ કામ અથવા પૈસા કમાવવાની તક મળી જાય. પ્રોડ્યુસર્સ અને મ્યુઝિક ડિરેક્ટર્સની જવાબદારી છે કે તેમને કામ આપે. ઘણાં સિંગર્સ એવા છે

જે અત્યંત ટેલેન્ટેડ છે, પરંતુ કોઈએ તેમને કામ આપવાની જરુર છે. આ રિયાલિટી શૉ ટેલેન્ટને લાઈમલાઈટમાં લાવે છે, પરંતુ ઈન્ડસ્ટ્રીના લોકોએ તેમને કામ આપવાની જરુર છે. થોડા સમય પહેલા સિંગર અભિજીત ભટ્ટાચાર્ય અને અભિજીત સાવંતે પણ ઈન્ડિયન આઈડલ પર કટાક્ષ કર્યો હતો. એક ઈન્ટર્વ્યુમાં અભિજીત સાવંતે રિયાલિટી શૉ મેકર્સ પર ગુસ્સે થતાં કહ્યું કે આ લોકો ટેલેન્ટથી વધારે ગરીબી અને લવ એન્ગલ બતાવવામાં રસ ધરાવે છે અને સિંગિંગ પર ફોકસ નથી રાખતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.