૧૫ વર્ષનો પુત્ર જ માતા પિતાનો હત્યારો બન્યો
નવી દિલ્હી, દેશમાં એક બાદ એક ક્રાઇમના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે રાજસ્થાનની એક ઘટના વાંચીને તમારા રુંવાડા ઊભા થઈ જશે. રાજસ્થાનના હનુમાનગઢના ૧૫ વર્ષના બાળકે ખાટલા પર સૂતેલાં તેનાં માતા-પિતાની કુહાડીથી હુમલો કરી હત્યા કરી નાંખી છે. આ સાથે તેણે નાના ભાઈના માથા પર પણ કુહાડીથી હુમલો કર્યો હતો. જાેકે, નાના ભાઈને લોહીલુહાણ હાલતમાં ત્યાં છોડીને તે ત્યાંથી ભાગી ગયો હતો.
સગીર બાળકે હત્યા કર્યા બાદ આસપાસના લોકોને આ અંગેની વાત કરી હતી. જેથી આ અંગે પોલીસને પણ જાણ કરવામાં આવી. પોલીસ ત્યાં પહોંચી ત્યારે નાનો ભાઇ જીવતો હતો જેથી ગંભીર હાલતમાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. માતા-પિતાના મૃતદેહને હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા.પોલીસે હત્યાના મામલામાં સગીર પુત્રની ધરપકડ કરીને લોહીવાળી કુહાડીને પણ જપ્ત કરી છે.
આ અંગે પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે, નોહરના ફેફાના ગામમાં શીશપાલ (૪૨), પત્ની ઈન્દ્રા (૩૮) અને ૧૫ વર્ષનો પુત્ર અજય અને તેના નાના પુત્ર સાથે રહેતાં હતાં. ૧૨ વીધા જમીનમાં દંપતી ખેતી કરતા હતા. ૧૫ વર્ષના છોકરાને નાની ઉંમરમાં જ વ્યસનની લત લાગી ગઇ હતી. જેથી તેને વ્યસનમુક્તિ કેન્દ્રમાં મોકલ્યો હતો.
તે હત્યાના ૨-૩ દિવસ પહેલાં જ ત્યાંથી પરત આવ્યો હતો. બુધવારે સાંજે તેને ખબર પડી કે, તેને ફરીથી નશામુક્તિ કેન્દ્રમાં મોકલવામાં આવશે જેથી તે ગભરાઇ ગયો હતો. તેણે રાતે લગભગ ૯ વાગ્યે તેનાં માતા-પિતા ખાટલામાં સૂઈ રહ્યાં હતાં. ભાઈ બીજા રૂમમાં હતો. આ દરમિયાન સગીર પુત્ર કુહાડી લઈને તેનાં માતા-પિતાના રૂમમાં જઇને તેમની પર હુમલો કર્યો હતો.
આ દરમિયાન બંનેના મૃત્યું થયા હતા. અવાજ સંભળાતાં જ નાનો ભાઈ રૂમમાંથી દોડી આવ્યો હતો. તેની પર પણ મોટા ભાઈએ કુહાડીથી હુમલો કર્યો હતો. લોહીલુહાણ થયેલો નાનો ભાઈ જમીન પર બેભાન થઈને પડ્યો હતો. તેને મૃત્યું પામેલો સમજીને સગીર ત્યાંથી ભાગી ગયો હતો.
આ ઘટના બાદ ગભરાયેલા સગીરે આ અંગે આસપાસના લોકોને જાણ કરી હતી. તેણે કહ્યુ હતુ કે, તેણે પોતાનાં માતા-પિતાને મારી નાખ્યાં છે. વાત સાંભળતા જ ઘરે જઈને જાેયું તો ખાટલા પર માતા પિતા અને નાનો ભાઈ જમીન પર લોહીલુહાણ હાલતમાં પડેલાં હતાં. જે બાદ પોલીસને પણ જાણ કરવામાં આવી. પોલીસે આવીને જાેયું તો નાના ભાઇના શ્વાસ ચાલી રહ્યા હતા. જેથી તેને તાત્કાલિક સિરસાની પ્રાઈવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જે બાદ પોલીસે સગીર પુત્રની ધરપકડ કરી લીધી છે.SSS