૧૫ વર્ષ સુધી શિવરાજ ચૌહાણે ફકત સોદાબાજી કરી: કમલનાથ
ભોપાલ, કોંગ્રેસ પાર્ટીએ મધ્યપ્રદેશની વિધાનસભા ચુંટણી માટે આગામી પેટાચુંટણી માટે પોતાનું ધોષણાપત્ર જારી કર્યું છે પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ દિગ્વિજયસિંહ અને પાર્ટીના અન્ય નેતાઓ આ પ્રસંગે હાજર રહ્યાં હતાં.
કમલનાથે ધોષણાપત્ર જારી કરતા કહ્યું કે અમે ૨૦૧૮ની ચુંટણી પર એક વચનપત્ર બનાવ્યુ હતું જેમાં ૯૭૪ વચન આપવામાં આવ્યા ૧૫ મહીને કોંગ્રેસની સરકાર રહી અઢી મહીના આચાર સંહિતા અને એક મહીનો સોદાબાજીમાં ગયો અમે આ દરમિયાન ૫૭૪ વચન પુરા કર્યા.અમે કોઇ માફી માગવી નથી અમારા સૌથી મોટા સાક્ષી સામાન્ય જનતા છે. અમે કિસાનોના દેવા માફ કર્યા,૧૦૦ રૂપિયે વિજળી આપી.
શિવરાજસિંહે જનતાને ૧૫ વર્ષ બાદ ઘરે બેસાડયા તેમણે ફકત સોદાબાજી કરી ખોટી જાહેરાતો સિવાય શિવરાજે કાંઇ કર્યું નથી મધ્યપ્રદેશની જનતા શિવરાજજીના ચુંગલમાં આવનાર નથી જનતા તેમને નકારી દીધે આ પેટાચુંટણીમાં કમલનાથે કહ્યું કે અમારા આ વખતે ધોષણાપત્રમાં ૫૨ વસ્તુ છે. ગૌવર્ધન સેવા યોજના, કોરોનાથી મરનાર વાળાઓના પરિવારને પેન્શન,કિસાનો દેવા માફને પુરૂ કરવું,વ્યાજ વિના તેમાં જોડાવા,શિવરાજે મધ્યપ્રદેશના ભવિષ્યને ચૌપટ કરી દીધુ છે. તેમણે કહ્યું કે મને વિશ્વાસ છે કે જનતા આવનારા દિવસોમાં તેના પર વિચાર કરશે જેથી મધ્યપ્રદેશનું ભવિષ્ય સારૂ બને.
કમલનાથે કહ્યું કે શિવરાજે ગત સાત મહીનામાં સોદાબાજી નાળિયેર ફોડવા ખોટી જાહેરાતો શિલાન્યાસ સિવાય શિવરાજસિંહ કંઇ પણ કરી શકયા નથી જયારે પણ કોઇ ચુંટણી આવે છે કયારેક પાકિસ્તાન કયારેક ચીનની વાત સામે આવી જાય છે જેથી જનતાનું ધ્યાન ભટકાવી દે છે. કેન્દ્રની ભાજપ સરકાર અને રાજયની સરકાર સામાન્ય જનતાની સરકાર નથી તે તો મુડીપતિઓ અને અને તેના કેટલાક મિત્રોની જ સરકાર છે તેના લાભ માટે જ આ સરકારો કામ કરી રહી છે.HS