૧૮૦૦ કરોડ રૂપિયા કોરોનાના દર્દીઓની સારવાર માટે ખર્ચ થયો છેઃ નીતીન પટેલ
ગાંધીનગર, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો રમૂજી અંદાજ અનેકવાર જાેવા મળતો હોય છે. સીધી વાત રમૂજી અંદાજમાં કહેવા માટે પ્રખ્યાત છે. ત્યારે નાયબ મુખ્યમંત્રીએ આજે વિધાનસભા ગૃહમાં ફરી રમૂજ કરી હતી. રોડ રસ્તો બનાવવાની માંગણીને લઈને તેમણે કેટલાક ધારાસભ્યો સામે ટકોર કરી હતી.
કોરોનામા કોઈ ખર્ચ થયો નથી એવુ કોંગ્રેસના સભ્યએ કહ્યું. આનાથી કોઈ મોટો જાેક ન હોઈ શકે. ૧૮૦૦ કરોડ રૂપિયા કોરોનાના દર્દીઓની સારવાર માટે ખર્ચ થયો છે. હિસાબો આવે છે ચકાસણી ચાલે છે એટલે આ આંકડો પકડી ના લેતા. ૧૯૮૭-૮૮ માં સરકારનુ ૩૫૭૯ કરોડ દેવુ હતુ.
૨૧.૯૦% દેવુ કોંગ્રેસના સમયે હતુ. ૯૧-૯૨ મા ૬૯૨૦ કરોડ દેવુ હતુ. હવે ૨૫ વર્ષમા દેવાનો આંકડો ભલે મોટો હોય. પણ કોંગ્રેસના સમયમા ૨૨% હતું, જે વજુભાઈના નાણામંત્રીના સમયે દેવુ ઘટાડ્યુ હતું. અત્યારે ૧૬ % દેવુ અમારા સમયે થયું છે. અમારુ લક્ષ્ય છે કે હજુ દેવુ ઘટાડવું.