Western Times News

Gujarati News

૪ મહાનગરોમાં કર્ફ્‌યૂ સમયે બસની એન્ટ્રી ઉપર પ્રતિબંધ

File

રાજ્યમાં ફરી એકવાર કોરોના સંકટ વધી રહ્યું છે, જેને લઇને રાજ્ય સરકારે ફરી રાત્રિ કર્ફ્‌યૂનો સમય વધાર્યો છે

ગાંધીનગર, રાજ્યમાં ફરી એકવાર કોરોના સંકટ વધી રહ્યું છે, જેને લઇને રાજ્ય સરકારે ફરી રાત્રિ કર્ફ્‌યૂનો સમય વધાર્યો છે. આવતીકાલથી એટલે કે, ૧૭ માર્ચ ૨૦૧૭ થી રાજ્યના ચાર મહાનગરોમાં રાત્રિ કર્ફ્‌યૂનો સમય વધારી રાત્રિના ૧૦ થી સવારના ૬ વાગ્યા સુધી કરવામાં આવ્યો છે.

જાે કે, રાત્રિ કર્ફ્‌યૂનો સમય વધારતા એસટી નિગમ દ્વારા મહત્વનો ર્નિણય લેવામાં આવ્યો છે. રાત્રિ કર્ફ્‌યૂ દરમિયાન ચારેય કર્ફ્‌યૂગ્રસ્ત શહેરોમાં રાતના ૧૦ વાગ્યા બાદ એસટીની એકપણ બસને શહેરની અંદર પ્રવેશ મળશે નહીં. આ ઉપરાંત રાતના ૯ વાગ્યા બાદ એકેય બસ શહેરની અંદરથી ઉપડશે નહીં.

રાજ્યમાં વધતા જતા કોરોના સંક્રમણને ધ્યાને લઈને રાજ્ય સરકારે રાત્રિ કર્ફ્‌યૂનો સમય વધારી દીધો છે. આવતીકાલે તારીખ ૧૭ માર્ચ ૨૦૨૧થી ચાર મહાનગરોમાં કર્ફ્‌યૂનો સમય વધારીને ૧૦ થી ૬ કરાયો છે. જેથી આવતીકાલથી અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં રાત્રે ૧૦ થી સવારે ૬ વાગ્યા સુધી રાત્રિ કર્ફ્‌યુનો અમલ કરવાનો ર્નિણય કર્યો છે.

રાત્રિ કર્ફ્‌યૂની આ વ્યવસ્થા ૩૧ માર્ચ ૨૦૨૧ સુધી અમલમાં રહેશે. ત્યારે આ કર્ફ્‌યૂને ધ્યાનમાં લઇ એસટી નિગમ દ્વારા એક મહત્વનો ર્નિણય લેવામાં આવ્યો છે. રાત્રિ કર્ફ્‌યૂ દરમિયાન અમદાવાદ સહિત ચાર મહાનગરોમાં એસટી બસના ઉપડવા તેમજ પ્રવેશ પર પ્રતિબંધ લગાવ્યો છે.

રાત્રિ કર્ફ્‌યૂ દરમિયાન ચારેય મહાનગરોમાં રાતના ૧૦ વાગ્યા બાદ એસટી બસને પ્રવેશ મળશે નહીં. તેમજ રાતના ૯ વાગ્યા બાદ એકપણ બસ ચારેય શહેરની અંદરથી ઉપડશે નહીં. અન્ય શહેરમાંથી આવતી બસ શહેરની ફરતે નક્કી કરાયેલા પોઈન્ટ પર આવશે. તેમજ મુસાફરોને મુશ્કેલી ન પડે તે માટે તમામ કાર્યવાહી કરાઈ છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે આ ચારેય મહાનગરોમાં મંગળવાર ૧૬ માર્ચ સુધી રાત્રિ કરફ્યૂના સમયની અગાઉની વ્યવસ્થા એટલે કે રાત્રે ૧૨ થી સવારે ૬ વાગ્યા સુધીની વ્યવસ્થા યથાવત રાખવાનો ર્નિણય કર્યો છે. ગુજરાતમાં કોરોના વાયરસના કહેરમાં વધારો થઈ રહ્યો છે. દર કલાકે ૩૭ લોકોને કોરોના ડંખી રહ્યો છે.

છેલ્લાં ૨૪ કલાકમાં કોરોનાના નવા ૮૯૦ કેસ નોંધાયા છે. તો સુરતમાં ૨૬૨, અમદાવાદમાં ૨૦૯, રાજકોટમાં ૯૫ અને વડોદરામાં ૯૩ નવા કેસ નોંધાયા છે. આ વચ્ચે અમદાવાદના ૮ વોર્ડમાં રાત્રે ૧૦ વાગ્યા બાદ બધુ બંધ કરવાની ગઈકાલે જાહેરાત કરાઈ હતી. ત્યારે હવે કોરોના સંક્રમણને જાેતા ગુજરાતના ચાર મહાનગરોમાં કરફ્યૂનો સમય વધારી દેવાયો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને યોજાનાર કોર કમિટીની બેઠકમાં આ અંગે ર્નિણય લેવાયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.