Western Times News

Gujarati News

૨૭૦ની લોટરી જીતનારાને એક કરોડનો જેકપોટ લાગ્યો

પ્રતિકાત્મક

કોલકાતા, શેખ હીરા એક એમ્બ્યુલન્સ ડ્રાઈવર છે અને તે પશ્ચિમ બંગાળના વતની છે. તેમણે સવારે ૨૭૦ રૂપિયાની લોટરીની ટિકિટ ખરીદી હતી. તેને શું ખબર હતી કે તેનું નસીબ એટલું સારું હશે કે તે બપોર સુધીમાં કરોડપતિ બની જશે. જ્યારે તેણે સવારે ખરીદેલી ટિકિટનું પરિણામ બપોરે આવ્યું ત્યારે જાણવા મળ્યું કે તેણે ૧ કરોડ રૂપિયાનો જેકપોટ જીત્યો છે.

શેખે કહ્યું કે હવે તે તેની બીમાર માતાની શ્રેષ્ઠ હોસ્પિટલમાં સારવાર કરાવશે અને રહેવા માટે એક સરસ ઘર બનાવશે. અહેવાલો અનુસાર, શેખ હીરા પશ્ચિમ બંગાળના પૂર્વ બર્ધમાન જિલ્લાના છે. ૧ કરોડની લોટરી નીકળી ત્યારે તેઓ એટલા ગભરાઈ ગયા હતા કે સલાહ લેવા સીધા પોલીસ સ્ટેશન ગયા હતા. શેઠને લોટરીની ટિકિટ ગુમાવવાનો ડર હતો. પરિણામે શક્તિગઢ પોલીસ તેને સલામત રીતે તેના ઘરે લઈ ગઈ. તેમજ તેના ઘરે પોલીસની ટીમ તૈનાત કરવામાં આવી હતી.

કહેવામાં આવ્યું કે શેઠની માતા બીમાર હતી, જેમની સારવાર માટે ઘણા પૈસાની જરૂર હતી. જાે કે, હવે લોટરી લાગી જતાં આ એમ્બ્યુલન્સ ડ્રાઇવરને વિશ્વાસ છે કે તેની માતા જલ્દી સ્વસ્થ થઈ જશે.

શેખે કહ્યું કે હું હંમેશા જેકપોટ જીતવાનું સપનું જાેતો હતો અને તેથી લોટરીની ટિકિટ ખરીદતો રહ્યો. આખરે! નસીબે સાથ આપ્યો. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તે આટલી રકમનું શું કરશે? તો તેમણે કહ્યું કે હું એક નિમ્ન મધ્યમ વર્ગના પરિવારમાંથી આવું છું અને હવે મારી આર્થિક સમસ્યાનો અંત આવી ગયો છે. હવે તેઓ તેમની માતાની સારી સારવાર કરાવશે અને એક સુંદર ઘર બનાવશે. આ સિવાય તેમણે કશું જ વિચાર્યું નથી.

આ લકી લોટરીની ટિકિટ વેચનાર શેખ હનીફે કહ્યું કે, હું વર્ષોથી આ લોટરી ટિકિટના બિઝનેસમાં છું. ઘણા લોકો મારી દુકાન પરથી ટિકિટ ખરીદે છે. ક્યારેક લોકોનું નસીબ ખુલી જાય છે. પણ મારી દુકાનમાંથી આવો જેકપોટ ક્યારેય કોઈને મળ્યો ન હતો. આજે હું ખૂબ જ ખુશ છું કે જેકપોટ વિજેતાએ મારી દુકાનમાંથી ટિકિટ ખરીદી હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.