૫૯૪ કિમીનો ગંગા એક્સપ્રેસ વે ૩૬૨૦૦ કરોડના ખર્ચે બનશે
લખનૌ, પીએમ મોદીએ મેરઠથી પ્રયાગરાજને જાેડતા ગંગા એક્સપ્રેસ વેનો શિલાન્યાસ કરી દીધો છે. ૧૨ જિલ્લામાંથી પસાર થનારો ગંગા એક્સપ્રેસ વે બનીને તૈયાર થશે ત્યારે તે સૌથી મોટો એક્સપ્રેસ વે બની જશે.તેના માટે ૩૬૨૦૦ કરોડ રુપિયા ખર્ચાશે.તેની લંબાઈ ૫૯૪ કિલોમીટરની હશે તેમાં છ લેન હશે.ભવિષ્યમાં તેનો આઠ લેનમાં પણ વિસ્તાર કરી શકાશે.
યોગી સરકારે આ એક્સપ્રેસ વેને ૨૬ નવેમ્બરે મંજૂરી આપી હતી અને તેના માટે બજેટ પણ ફાળવ્યુ છે.તેનો લાભ હરિયાણા, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ રાજ્યોને પણ મળશે.જે ૧૨ જિલ્લામાંથી એક્સપ્રેસ વે પસાર થવાનો છે તેમાંના પચાસ ટકા જિલ્લા પશ્ચિમ યુપીમાં આવેલા છે.
આ એક્સપ્રેસ વે માટે ૯૪ ટકા જમીન સંપાદીત થઈ ચુકી છે.તેના પર ૩.૫ કિલોમીટરની એક લેન્ડિંગ સ્ટ્રીપ પણ તૈયાર કરાશે.જેના પર વાયુસેનાના વિમાનો ઈમરજન્સીમાં લેન્ડિંગ અને ટેકઓફ કરી શકશે.તેની સાથે સાથે એક ઈન્ડસ્ટ્રિયલ કોરિડોર બનાવવાનો પણ પ્રસ્તાવ છે.SSS