Western Times News

Gujarati News

કેટલાક પક્ષોને વોટબેન્કની જ વધુ ચિંતા હોય છે: મોદી

નવી દિલ્હી, ગંગા એક્સપ્રેસ વેનો શિલાન્યાસ કરતી વખતે આજે પીએમ મોદીએ એક સભાને સંબોધન કર્યુ હતુ નવો નારો આપ્યો હતો કે, યુપી યોગી = અપયોગી. તેમણે કહ્યુ હતુ કે, આપણે ત્યાં કેટલીક રાજકીય પાર્ટીઓ એવી છે જેમને દેશના વારસા સાથે અને વિકાસ સાથે પણ વાંધો છે.તેમને પોતાની વોટ બેન્કની ચિંતા વધારે હોય છે.

પીએમ મોદીએ કહ્યુ હતુ કે, આ રાજકીય પક્ષોને દેશના વિકાસ સામે વાંધો એટલા માટે છે કારણકે ગરીબોની તેમના પરની ર્નિભરતા ઓછી થઈ રહી છે.તેમને ગંગાજીના સફાઈ અભિયાન સામે વાંધો છે.આ જ લોકો આતંકીઓ સામે સેનાની કાર્યવાહી પર સવાલ ઉઠાવતા હોય છે.આ એ જ લોકો છે જે ભારતીય વૈજ્ઞાનિકો બનાવેલી કોરોના વેક્સીન પર સવાલ ઉઠાવતા હોય છે.

તેમણે કહ્યુ હતુ કે, વિપક્ષને તો બાબા વિશ્વનાથનુ કે અયોધ્યામાં ભગવાન રામનુ ભવ્ય મંદિર બને તેની સામે પણ વાંધો છે.તમે બધા જાણો છે કે, પહેલા પશ્ચિમ યુપીમાં કાયદો અને વ્યવસ્થા કેવી હતી.પહેલા સાંજ થતા જ તમંચો લહેરાવનારા રસ્તા પર આવી જતા હતા.પાંચ વર્ષ પહેલા રાજ્યના બહુ ઓછા વિસ્તારોમાં વીજળી મળતી હતી પણ આજે યુપીમાં બધાનુ ભલુ થઈ રહ્યુ છે.પાંચ વર્ષ પહેલા જનતાના પૈસાનો દુરપયોગ થતો હતો.તમને પણ આ વાતની ખબર છે.આજે યુપી સરકારે ૮૦ લાખ મફત વીજળી કનેક્શન આપ્યા છે.

પીએમ મોદીએ કહ્યુ હતુ કે, પહેલા મોટી યોજનાઓ કાગળ પર શરુ કરીને વિપક્ષો પોતાની તિજાેરી ભરતા હતા.હવે અમે જમીન પર યોજનાઓ શરુ કરી રહ્યા છે.જેથી તમે સમૃધ્ધ બનો.લોકોના પૈસા ક્યાં વપરાતા હતા તે તમે જાેયુ છે.આજે યુપીના પૈસા યુપીના વિકાસમાં લાગી રહ્યા છે.ગંગા એક્સપ્રેસ વે પણ લોકો માટે પ્રગતિનો નવો દરવાજાે ખોલશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.