Western Times News

Gujarati News

૮ મહિના પૂર્વે ગ્લેશિયર તૂટવાને લઇને ચેતવણી અપાઇ હતી

નવીદિલ્હી, ઉત્તરાખંડના ચમોલીમાં જે રીતે ગ્લેશિયર તૂટ્યું અને નદીનાપ્રવાહે ભારે નુકસાન પહોંચાડ્યું છે. તેની ચેતવણી ઉત્તરાખંડના જ વૈજ્ઞાનિકોએ ૮ મહિના પહેલા આપી હતી. તેમને જણાવ્યું હતું કે ઉત્તરાખંડ, જમ્મૂ-કશ્મીર અને હિમાચલમાં અનેક વિસ્તારોમાં આવા ગ્લેશિયર છે. જે ગમે ત્યારે ફાટી શકે છે.

વૈજ્ઞાનિકોએ આ મામલે જમ્મૂ-કશ્મીરના કારાકોરમ રેન્જમાં સ્થિત શ્યોક નદીનું ઉદાહરણ આપ્યું હતું. વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે શ્યોક નદીનો પ્રવાહ એક ગ્લેશિયરે રોકી દીધો છે. અને ત્યાં મોટું સરોવર બની ગયું છે. સરોવરમાં વધુપાણી જમા થયું તો તે ગ્લેશિયર તૂટી શકે છે.

આ ચેતવણી દેહરાદૂનના વાડિયા ઈન્સ્ટીટ્યૂટ ઓફ જિયોલોજીના વૈજ્ઞાનિકોએ આપી હતી. કારાકોરમ સહિત સમગ્ર હિમાલયમાં આવા ગ્લેશિયરો બન્યા છે જેમને નદીના પ્રવાહને રોકી રાખ્યો છે. જે ઘણા ખતરનાક સાબિત થઈ શકે છે. ૨૦૧૩માં ઉત્તરાખંડમાં આવેલા પૂર બાદથી વૈજ્ઞાનિકો સતત હિમાલય પર રિસર્ચ કરી રહ્યા છે. અને સંશોધનકર્તાઓએ મોટી ચેતવણી આપી હતી કે ગ્લેશિયરના કારણે બની રહેલા સરોવર ખતરાનું કારણ બની શકે છે.

હિમાલય ક્ષેત્રની તમામ ખીણમાં આવા અનેક ગ્લેશિયર છે જે ઝડપથી ઓગળી રહ્યા છે. બરફના કારણે નદીના પ્રવાહ વચ્ચે બનનારા બંધ એક વર્ષ સુધી જ મજબૂત રહી શકે છે. તાજેતરમાં સિસપર ગ્લેશિયરથી બનેલા સરોવરે ગત વર્ષ ૨૨-૨૩ જૂન અને ચાલુ વર્ષે ૨૯ મેએ થયેલી હિમવર્ષાથી આવા બંધ બનાવ્યા છે. જે ગમે ત્યારે તૂટી શકે છે. જેને રોકવાનો વૈજ્ઞાનિકો પાસેપણ કોઈ જ માર્ગ નથી.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.