12 વર્ષના બાળકે શેર બજારમાં લગાવ્યા પૈસા અને એક વર્ષમાં કમાયો અધધ 43% નફો
નવી દિલ્હી, સામાન્ય રીતે નાના બાળકો ચોકલેટ કે રમકડાં માટે જીદ કરતા હોય છે પરંતું સાઉથ કોરિયાના એક 12 વર્ષના બાળકે પોતાની માતા પાસે રિટેલ ટ્રેડિંગ એકાઉન્ટ ખોલાવવાની જીદ કરીને, એટલું જ નહી એ બાળકે તેના માતા-પિતાને 16 લાખ રૂપિયા શેર માર્કેટમાં ઈન્વેસ્ટ કરવા માટે રાજી કરી લીધાં. આ બાળકે એક વર્ષમાં અંદાજે 43% નફો મેળવ્યો.
મીડિયા રિપોર્ટ પ્રમાણે આ બાળકનું નામ ક્વન જુન છે. જે સાઉથ કોરિયાનો છે, તેની ઈચ્છા વોરન બફેટ બનવાની છે. ક્વન જુન મેમરી ચિપ બનાવતી દુનિયાની મોટી કંપનીઓમાં પોતાના પૈસા લગાવ્યા, તેણે જણાવ્યું કે તે લાંબાગાળા માટે ઈન્વેસ્ટમેન્ટ પર ફોકસ કરી રહ્યો છે. તે 10 થી 12 વર્ષ માટે પૈસા લગાવી રહ્યો છે જેથી વધારેમાં વધારે કમાણી કરી શકે.
ઉલ્લેખનિય છે કે, ક્વન જુન આટલી નાની ઉંમકમાં ટ્રેડિંગ કરનારો એકલો બાળક નથી. કોરોના મહામારી દરમિયાન ક્વનની જેમ ઘણી મોટી સંખ્યામાં નાની ઉંમરમાં બાળકોએ પૈસા લગાવવાના શરૂ કરી દીધાં છે.
ક્વનની માતા કહે છે કે, વિચારું છું કે શું આજના સમયમાં કોલેજની ડીગ્રી વધારે મહત્વપૂર્ણ રહી ગઈ છે? ઉલ્લેખનિય છે કે, ક્વનની માતાનું તેની સફળતામાં મોટું યોગદાન છે કારણ કે પોતાના દિકરાને ટ્યૂશનમાં મોકલવાની જગ્યાએ પોતાના પેશન પર ધ્યાન આપવા પ્રેરિત કર્યો હતો.