Western Times News

Gujarati News

ગુજરાત ATS અને વડોદરા SOGનું ઓપરેશન: ૧૬.૩૦ લાખના MD ડ્રગ્સ સાથે મધ્યપ્રદેશના બે ઈસમો ઝડપાયા

(પ્રતિનિધિ)અમદાવાદ, ગુજરાત એટીએસની ટીમે રાજયમાં ઠલવાતો ડ્રગ્સનો જથ્થો ઝડપી લેવામાં વધુ એક વખત સફળતા મેળવી છે. એટીએસની ટીમને વડોદરા શહેરમાં બે ઈસમો એમડી ડ્રગ્સનો મોટો જથ્થો ડીલીવરી કરવાના હોવાની બાતમી મળતાં તેમણે વડોદરા એસઓજી સાથે મળીને બંને ઈસમોને ઝડપીને ૧૬.૩૦ લાખનો એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી લીધો છે.

ગુજરાત રાજયમાં યુવાનોમાં નશીલા પદાર્થોનું સેવનનું પ્રમાણ વધતાં સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે અને આ ડ્રગ્સનું સમગ્ર નેટવર્ક તોડી પાડવા માટે કાર્યરત છે. દરમિયાન ગુજરાત એન્ટી ટેરેરીસ્ટ સ્કવોડ (એટીએસ)ની ટીમને મધ્યપ્રદેશના બે શખ્સો ડ્રગ્સના જથ્થા સાથે વડોદરા આવવાના હોવાની પાકી બાતમી મળી હતી જેથી એટીએસની ટીમે વડોદરા એસઓજી (સ્પેશીયલ ઓપરેશન ગ્રુપ)નો સંપર્ક સાધી તપાસ શરૂ કરી હતી અને મંગળવારે રાત્રે સાડા અગિયાર વાગ્યે છોટાલાલ ભવન, નટરાજ ટોકીજ નજીક સયાજીગંજ ખાતે સંયુક્ત ઓપરેશન કરીને અમાન મોહમદ હનિફ શેખ (ર૦) તથા મોહમદ રીઝવાન મોહમદ રસીદ ખાન (૧૯) (બંને રહે. આઝાદનગર વોટરપંપ પાસે, ઈન્દોર, મધ્યપ્રદેશ)ને પકડી લીધા હતા તાસ કરતા તેમની પાસેથી રૂપિયા ૧૬.૩૦ લાખની કિંમતનો ૧૬૩ ગ્રામ મેફેડ્રોન/ એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. ઉપરાંત તેમની પાસેથી બે મોબાઈલ ફોન તથા રોકડ રકમ પણ જપ્ત કરવામાં આવી છે.

પ્રાથમિક પુછપરછમાં ઈન્દોર ભજરાના, નરશાબવલી દરગાહ નજીક રહેતા ડ્રગ સપ્લાયર આમીરખાન લાલાએ તેમને વડોદરા એસટી ડેપો બહાર અજાણ્યા શખ્સને આ ડ્રગ્સ આપવા મોકલ્યા હતા. એટીએસએ આમીરખાન તથા ડ્રગ્સ મેળવનારને શોધવા ચક્રો ગતિમાન કર્યાં છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.