પાર્સલ ડિલિવરી કંપનીમાં ૧૨ હજાર લોકોની નોકરી જશે
નવી દિલ્હી, સમગ્ર વિશ્વમાં નોકરીઓની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. વિશ્વના ઘણા દેશોમાં દરરોજ વિવિધ કંપનીઓમાંથી છટણીના સમાચાર આવે છે.
હવે વધુ એક નિરાશાજનક સમાચાર સામે આવી રહ્યા છે કે વિશ્વની સૌથી મોટી પાર્સલ ડિલિવરી કંપની યુનાઈટેડ પાર્સલ સર્વિસ ૧૨,૦૦૦ થી વધુ લોકોને તેમની નોકરીમાંથી છટણી કરવાની તૈયારી કરી રહી છે. આ સિવાય કંપની તેના ટ્રક ફ્રેઈટ બ્રોકરેજ બિઝનેસ કોયોટ માટે પણ આકરા નિર્ણયો લેવાનું વિચારી રહી છે. યુનાઇટેડ પાર્સલ સર્વિસે વર્ષની આવક અપેક્ષા કરતાં ઓછી રહેવાનો અંદાજ મૂક્યો હતો.
આ પછી યુપીએસના શેરમાં ૬.૩ ટકાનો જંગી ઘટાડો જોવા મળ્યો હતો. કંપનીના ચીફ એÂક્ઝક્યુટિવ કેરોલ ટોમે કહ્યું કે ગત વર્ષ મુશ્કેલ અને નિરાશાજનક હતું. યુપીએસએ તેના તમામ બિઝનેસ સેગમેન્ટ્સમાં વોલ્યુમ, રેવન્યુ અને ઓપરેટિંગ પ્રોફિટમાં ઘટાડો નોંધ્યો છે.
હવે કંપનીનો ધ્યેય ૧ બિલિયન ડોલરનો ખર્ચ ઘટાડવાનો છે. યુપીએસની સ્થિતિ વૈશ્વિક અર્થવ્યવસ્થાની સ્થિતિનો સંકેત માનવામાં આવી રહી છે.
કંપનીના જણાવ્યા અનુસાર, ૨૦૨૪ના બીજા છમાસિક ગાળા સુધી સ્થિતિ સુધરવાની કોઈ આશા નથી. અંદાજ મુજબ, કંપનીની સંપૂર્ણ વર્ષની આવક ૯૨ બિલિયન ડોલર અને ૯૪.૫ બિલિયન ડોલરની વચ્ચે હશે. નિષ્ણાતોએ કંપનીની આવક આશરે ૯૫.૫૭ બિલિયન ડોલર હોવાનો અંદાજ મૂક્યો હતો.
કંપનીના સીએફઓ બ્રાયન ન્યુમેનના જણાવ્યા અનુસાર ટીમસ્ટર્સ યુનિયન સાથેના નવા કરારને કારણે તેની મજૂરી ખર્ચ વધી રહ્યો છે. આ સિવાય તેના સરેરાશ ઓર્ડર પણ ઘટી રહ્યા છે. ન્યુમેનના જણાવ્યા અનુસાર, અમારું ઓપરેટિંગ માર્જિન પ્રથમ ક્વાર્ટરમાં સૌથી ઓછું રહેવાની ધારણા છે. શ્રમ સમસ્યાઓના કારણે, ફેડએક્સ જેવી કંપનીઓએ યુપીએસના ૬૦ ટકા બિઝનેસ પર કબજો કર્યો હતો.
કંપની તેને ફરીથી મેળવવામાં સફળ રહી છે. જોકે, ગ્રાહકો હવાઈ સેવાઓ કરતાં અન્ય ડિલિવરી વિકલ્પોને પસંદ કરી રહ્યા છે. તેનાથી યુપીએસ અને ફેડએક્સ બંને પર દબાણ વધી રહ્યું છે.
યુપીએસના આંતરરાષ્ટ્રીય એર-આધારિત સેગમેન્ટ અને ટ્રક બિઝનેસમાં ચોથા ક્વાર્ટરમાં અનુક્રમે ૬.૯ ટકા અને ૭.૩ ટકાનો ઘટાડો થયો છે. કંપનીની ત્રિમાસિક આવક એક વર્ષ અગાઉ ૨૭ ડોલર બિલિયનથી ઘટીને ઇં૨૪.૯ બિલિયન થઈ છે. કંપનીનો નફો પણ ગયા વર્ષે શેર દીઠ ૩.૬૨ડોલરથી ઘટીને ૨.૪૭ ડોલરથયો.SS1MS