દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાનાં ૧૩, ૭૩૪ નવા કેસ

સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર દેશભરમાં એક્ટિવ દર્દીઓની સંખ્યા હવે ૧ લાખ ૩૯ હજાર ૭૯૨ થઇ ગઇ
નવી દિલ્હી, ભારતમાં કોરોના વાયરસના નવા કેસમાં ઘટાડો નોંધાયો છે અને ગત ૨૪ કલાકમાં મોટો ફેરફાર જાેવા મળ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર દેશભરમાં ગત ૨૪ કલાકમાં કોરોના સંક્રમણના કારણે ૧૩ હજાર ૭૩૪ નવા કેસ નોંધાયા છે. ત્યારબાદ કોવિડ ૧૯ના કુલ સંક્રમિતોની સંખ્યા ૪ કરોડ ૪૦ લાખ ૫૦ હજાર ૯ થઇ ગઇ છે.
દેશમાં કોવિડ ૧૯ ના નવા કેસમાં ગત ૨ વર્ષમાં મોટો ઘટાડો આવ્યો છે. આ પહેલાં સોમવારે કોરોના વાયરસના ૧૬૪૬૪ નવા કેસ સામે આવ્યા હતા, જ્યારે રવિવારે ૧૯૬૭૩ કેસ નોંધાયા હતા.
કોરોના વાયરસના નવા કેસમાં ઘટાડા સાથે જ એક્ટિવ દર્દીઓની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર દેશભરમાં એક્ટિવ દર્દીઓની સંખ્યા હવે ૧ લાખ ૩૯ હજાર ૭૯૨ થઇ ગઇ છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સોમવારે કોરોના સંક્રમણના ૮૨૨ નવા કેસ સામે આવ્યા, જેથી સંક્રમ્ણ દર વધીને ૧૧.૪૧ ટકા પર પહોંચી ગયો, જે ગત છ મહિનામાં સૌથી વધુ છે.
સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર દિલ્હીમાં સોમવારે કોવિડ ૧૯ થે બે લોકોના મોત થયા. ત્યારબાદ મહામારીના લીધે જીવ ગુમાવનાર લોકોની સંખ્યા વધીને ૨૬૩૧૩ પર પહોંચી ગઇ છે. ૮૨૨ નવા દર્દી મળવાથી દિલ્હીમાં અત્યાર સુધી સંક્રમિત થઇ ચૂકેલા લોકોનો આંકડો વધીને ૧૯,૫૬,૫૯૩ થઇ ગયો.
આંકડા અનુસાર દિલ્હીમાં સંક્રમણ દર વધીને ૧૧.૪૧ ટકા પર પહોંચી ગયો છે, જે ગત છ મહિનામાં સૌથી વધુ છે. આ પહેલાં રાષ્ટ્રીય રાજધાનીમાં ૨૪ જાન્યુઆરીના સંર્ક્મણ દર ૧૧.૭૯ ટકા નોંધાયો હતો. દિલ્હીમાં રવિવાર સુધી સતત પાંચ દિવસથી એક હજારથી વધુ નવા કેસ સામે આવ્યા હતા. રવિવારે રાષ્ટ્રીય રાજધાનીમાં ૧,૨૬૩ દર્દીઓમાં કોવિડ ૧૯ની પુષ્ટિ થઇ હતી અને સંક્રમ્ણ ૯.૩૫ ટકા રહ્યો હતો.
ભારતમાં કોરોના વાયરસના ઓમિક્રોન વેરિએન્ત અને તેના સબ વેરિએન્ટથી સંક્રમણના સૌથી વધુ કેસ સામે આવી રહ્યા છે, જ્યારે કેટલાક કેસ સૌથી વધુ સંક્રમણ બીએ.૨.૭૫ સબ વેરિએન્ટના પણ મળી આવ્યા છે. ઇન્ડીયન સોસ-સીઓવી-૨ જીનોમિક્સ કંસોર્ટિયમ (આઇએનએસએસીઓજી)એ જાણકારી આપતાં કહ્યું કે
બીએ.૨.૭૫ સબ વેરિએન્ટના પ્રસાર પર દરેક રાજ્યમાં બારીકાઇથી ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. આ સાથે જ આઇએનએસએસીઓજીએ પોતાના બુલેટીનમાં કહ્યું કે ઓમિક્રોન અને તેના સબ વેરિએન્ટના સૌથી વધુ કેસ સામે આવી રહ્યા છે અને મોટાભાગે બીએ.૨ અને બીએ.૨.૩૮ સબ વેરિએન્ટના કેસ સામે આવ્યા છે.