Western Times News

Gujarati News

16મી માર્ચે સુનિતા ધરતી પર પગ મૂકે તેવી આશા!

અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ-વિલ્મોર આવતાં અઠવાડિયે પૃથ્વી પર પાછા ફરશે

(એજન્સી)વોશિંગ્ટન, છેલ્લા ૯ મહિનાથી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં ફસાયેલા અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને બેરી વિલ્મોર ટૂંકમાં જ પૃથ્વી પર પગ મુકે તેવી આશા જન્મી છે. નાસાએ જણાવ્યું હતું કે, ‘સ્પેસએક્સ ડ્રેગન’ આવતા અઠવાડિયે જ લોન્ચ કરવામાં આવશે અને વિલિયમ્સ અને વિલ્મોર ૧૬ માર્ચ સુધીમાં પૃથ્વી પર પાછા ફરશે.

ઉલ્લેખનીય છે કે, અવકાશમાં રીસર્ચ માટે માત્ર ૮ દિવસ માટે ગયેલા બંને અવકાશયાત્રી જૂન ૨૦૨૪થી આઈએસએસપર ફસાયેલા છે. તેમની સાથે અન્ય બે નાસા અવકાશયાત્રી નિક હેગ અને રોસકોસ્મોસ અવકાશયાત્રી એલેક્ઝાન્ડર ગોર્બુનોવ પણ હતા. અમેરિકન રાષ્ટ્‌ર્પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, અમે તમને લેવા આવી રહ્યા છીએ. તમારે આટલા સમય સુધી ત્યાં રહેવું જોઈતું ન હતું.

૧૨ માર્ચે સ્પેસએક્સ ફાલ્કન ૯ રોકેટ સાથે ડ્રેગન સ્પેસક્રાફ્ટ ચાર અવકાશયાત્રી એન મેકક્લેન, નિકોલ આયર્સ, જાપાન એરોસ્પેસ એક્સપ્લોરેશન એજન્સી અવકાશયાત્રી તાકુયા ઓનિશી અને રોસકોસ્મોસ કિરીલ પેસ્કોવને લઈને આઈએસએસ જશે. આ રોકેટ ફ્લોરિડામાં નાસાના કેન્નેડી સ્પેસ સેન્ટર ખાતે લોન્ચ કોમ્પ્લેક્સ ૩૯એથી ઉડાન ભરશે.

આ ફ્લાઇટ સ્પેસએક્સ સાથે સ્પેસ સ્ટેશન પર ૧૦મું ક્‰ રોટેશન મિશન છે અને નાસાના કોમર્શિયલ ક્‰ પ્રોગ્રામના ભાગ રૂપે ૧૧મી હ્યુમન સ્પેસફ્લાઈટ છે. ક્‰-૯ની વાપસી પહેલા મિશનમાં જોડાયેલી ટીમો ફ્લોરિડાના દરિયાકાંઠે સ્પ્લેશડાઉન સ્થળોએ હવામાન પરિસ્થિતિઓની સમીક્ષા કરશે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.