કાલાવડ પંથકમાંથી ૧૮૬૦ વિદેશી દારુની બોટલ ઝડપાઇ
જામનગર, જામનગર પંથકમાંથી ફરી એક વાર મોટા પ્રમાણમાં વિદેશી દારુ ઝડપાયો છે. જામનગરના કાલાવડમાં થર્ટી ફર્સ્ટની ઉજવણી પહેલા પોલીસએ મોટી કાર્યવાહી કરી છે. તો કાલાવડ પંથકના કોઠા ભાડુકિયા ગામની સીમમાંથી ૧૮૬૦ બોટલ વિદેશી દારુની ઝડપાઈ છે.
રાજ્યમાં નશાકારક પદાર્થ પર પ્રતિબંધ હોવા છતા પણ અવારનવાર ઝડપાતા હોય છે. ત્યારે જામનગર પંથકમાંથી ફરી એક વાર મોટા પ્રમાણમાં વિદેશી દારુ ઝડપાયો છે. જામનગરના કાલાવડમાં થર્ટી ફર્સ્ટની ઉજવણી પહેલા પોલીસે મોટી કાર્યવાહી કરી છે.
તો કાલાવડ પંથકના કોઠા ભાડુકિયા ગામની સીમમાંથી ૧૮૬૦ બોટલ વિદેશી દારુની ઝડપાઈ છે. જેમાં ૨ લોકોની ધરપકડ કરવામાં આવી છે. તો એક આરોપી ફરાર થયો છે.
તો બીજી તરફ દ્વારકાના ભાણવડ પંથકમાં દારુની ભઠ્ઠી પર પોલીસે દરોડા પાડ્યા છે. જેમાં પોલીસના દરોડામાં ૬ હજાર લીટર દારુનો આથો અને દેશી દારુનો જથ્થો ઝડપાયો છે. તો ભાણવડ પંથકમાં પોલીસના દરોડા પડતા ૨ આરોપી ફરાર થઈ ગયા છે. જાે કે બરડા ડુંગરના કાનમેરા વિસ્તારમાં આ દારુની ભઠ્ઠી હતી SS3SS