Western Times News

Gujarati News

BRTS બસ હવે અકસ્માત સર્જશે, તો માત્ર ડ્રાઈવર જ નહીં, એજન્સી સામે પણ ગુનો નોંધાશે

Files Photo

સુરત, સુરતમાં ૨૩ ડિસેમ્બરે સાંજે કતારગામમાં થયેલા બીઆરટીએસ બસ અકસ્માત બાદ આખરે સુરત મહાનગરપાલિકા જાગી છે અને તાત્કાલિક ધોરણે પાલિકા મેયર, પાલિકા કમિશનર અને સ્ટેન્ડિંગ ચેરમેન દ્વારા બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં ડ્રાઈવર અને કન્ડકટરની લાયકાત નક્કી કરવાની સૂચના અપાઈ છે.

સૌથી મહત્વની બાબત એ નક્કી કરાઈ છે કે, હવે કોઈ પણ પ્રકારનો અકસ્માત થશે, તો માત્ર ડ્રાઈવર જ નહીં, પરંતુ એજન્સી સામે પણ ગુનો દાખલ થશે.

આ ઉપરાંત વિજીલન્સની ટીમને બ્રેથ એનેલાઈઝર દ્વારા ડ્રાઈવર અને કન્ડકટરની તપાસ કરી રોજબરોજનો રીપોર્ટ બનાવી જવાબદાર અધિકારી મારફત રજુ કરવામાં આવશે. જાે કોઈ નશાની હાલતમાં પકડાય તો પોલીસ ફરીયાદ કરાશે. તેમજ જાે કર્મચારીઓને ઓછા પગાર અપાશે તો, જવાબદાર સામે કાર્યવાહી કરવામાં આવશે.

આ સાથે સાવચેતીના અન્ય નિયમો પણ નક્કી કરાયા છે. જેમાં ડ્રાઈવર અને કન્ડકટરને ૭ દિવસમાં મેડીકલ ફીટનેસના સર્ટીફીકેટ મેળવાનું રહેશે. તેમજ ફીટનેસના સર્ટીફીકેટ સ્મીમેર હોસ્પિટલના જવાબદાર નિયત ડોક્ટર પાસેથી મેળવી રજુ કરવાનું રહેશે.

તો સાથે જ સ્થાનિક પોલીસ સ્ટેશનમાંથી હાલનું કેરેકટર સર્ટિફિકેટ પણ ૭ દિવસમાં રજુ કરવાનું રહેશે. બસમાં કઈ કઈ સુવિધા કે સુચના હોવી જાેઈએ તેનું ચેકલીસ્ટ બનાવવું રહેશે અને જવાબદાર અધિકારીની સહીથી દર માસે ચકાસણી કરી, તેનો રીપોર્ટ આપવો પડશે. SS3SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.