Western Times News

Gujarati News

સ્કૂલોમાં પ્રિ બોર્ડ પરીક્ષા યોજવાનું આયોજન કરાયુ

પ્રતિકાત્મક

અમદાવાદ, અમદાવાદ ડીઈઓ દ્વારા આ વર્ષે પણ પ્રિ બોર્ડની પરીક્ષા લેવાનો ર્નિણય કર્યો છે. જેમાં ધો. ૧૦ નાં મુખ્ય પાંચ વિષયોની પરીક્ષા લેવાશે. જાન્યુઆરી માસનાં અંતે શહેરની સ્કૂલોમાં પ્રિ-બોર્ડ પરીક્ષા લેવાશે. આ પરીક્ષામાં ધો. ૧૦ નાં અંદાજિત ૪૫૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

તેમજ આ પરીક્ષામાં કેન્દ્રીય પદ્ધતિતી પેપર કાઢવામાં આવશે. માર્ચમાં લેવાનાર ધો. ૧૦ ની બોર્ડની પરીક્ષાઓનો હાઉ વિદ્યાર્થીઓનાં મનમાંથી દૂર થાય તે માટે આ પ્રિ બોર્ડ પરીક્ષા લેવામાં આવે છે. વિદ્યાર્થીઓનો ડર દૂર કરવા પહેલ સામાન્ય રીતે પહેલીવાર બોર્ડની પરીક્ષા આપતા ધોરણ ૧૦ના વિધાર્થીઓમાં પરીક્ષાનો ડર વધારે હોય છે.

ત્યારે પરીક્ષાનો આ હાઉ દૂર કરવા અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ અનોખી પહેલ કરી છે. આ પરીક્ષા જાન્યુઆરી માસનાં અંત સુધી શહેરની સ્કૂલોમાં પ્રિ બોર્ડ પરીક્ષા યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. Ss3SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.