Western Times News

Gujarati News

પ્રિયંકા ચોપરાએ ફોટો શેર કરી ફૂટવેર કલેક્શન દેખાડ્યંુ

સોશિયલ મીડિયા પર તસવીરો વાયરલતસવીર પરથી કહી શકાય કે પ્રિયંકા ચોપરા ફૂટવેરની શોખીન છે, એવુ લાગી રહ્યું છે જાણે તે કોઈ જૂતાના શો-રુમમાં ઉભી હોય
મુંબઈ, ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરા સોશિયલ મીડિયા પર ઘણી સક્રિય રહે છે. તે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પ્રોફેશનલ લાઈફની સાથે સાથે પર્સનલ લાઈફને લગતી વાતો પણ શેર કરતી રહે છે. તે પોતાના પરિવારની, વેકેશનની, તહેવારોની ઉજવણીઓની પણ તસવીરો શેર કરતી હોય છે.

તાજેતરમાં જ પ્રિયંકા ચોપરાએ પોતાના ઘરની તસવીરો શેર કરી છે, જેમાં તેના વોર્ડરોબની ઝલક દેખાઈ રહી છે. આ વોર્ડરોબ કપડા નહીં, પણ ફૂટવેર કલેક્શનનું છે. વાસ્તવમાં પ્રિયંકા ચોપરાએ પોતાની મિરર સેલ્ફી શેર કરી છે, જેમાં બેકગ્રાઉન્ડમાં તેનું ફૂટવેર કલેક્શન દેખાઈ આવે છે. આ કલેક્શન જાેઈને તમે ચોંકી જશો. પ્રિયંકા ચોપરાએ બેક ટુ બેક ચાર સેલ્ફી શેર કરી છે.

પ્રથમ તસવીરમાં પ્રિયંકા ચોપરા પોતાની હેરસ્ટાઈલ ફ્લોન્ટ કરતી જણાઈ રહી છે, બીજી તસવીરમાં પ્રિયંકાના બૂટ્‌સ, શૂઝ અને બૂટ્‌સની ઝલક જાેવા મળી રહી છે. આ સાથે જ તેની ૩-૪ બેગ્સ પણ દેખાઈ રહી છે. ત્રીજી તસવીરમાં પણ પ્રિયંકા ચોપરાએ બ્લેક ગોગલ્સ પહેરીને પોઝ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે લગ્ન પછી પ્રિયંકા ચોપરા મોટાભાગે અમેરિકા જ રહે છે.

પ્રિયંકા ચોપરા અને નિક જાેનસ ફેબ્રુઆરી મહિનામાં સરોગસીથી માતા-પિતા બન્યા છે. તેઓ એક દીકરીના માતા-પિતા બન્યા છે. પ્રિયંકાએ હજી પોતાની દીકરીની તસવીર શેર નથી કરી, પરંતુ તેની દીકરીનું નામ સામે આવ્યું છે. પ્રિયંકાએ પોતાની દીકરીનું નામ માલતી મેરી ચોપરા જાેનસ રાખ્યું છે. માલતીનો અર્થ જાસ્મિનના ફૂલોની સુંગંધ હોય છે.

પ્રિયંકા ચોપરા ટૂંક સમયમાં પોતાની અપકમિંગ બોલિવૂડ ફિલ્મ માટે શૂટિંગ શરુ કરવાની છે. તેની આ ફિલ્મનું નામ જી લે ઝરા છે. આ ફિલ્મ ઝોયા અખ્તર ડાઈરેક્ટ કરવાની છે. ફિલ્મમાં પ્રિયંકા ચોપરાની સાથે સાથે કેટરિના કૈફ અને આલિયા ભટ્ટ પણ જાેવા મળશે. બોલિવૂડની ટોપ અભિનેત્રીઓને આ ફિલ્મમાં એકસાથે જાેવા માટે ફેન્સ પણ આતુર છે.sss


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.